યુક્રેનની 'બ્યુટી ક્વીન' સેનામાં જોડાઈ, રશિયા સામે યુદ્ધ માટે ઉપાડી બંદૂક!
યુક્રેનના સામાન્ય લોકો પણ રશિયન સેના સામેના યુદ્ધમાં યુક્રેનની સેનાનો સાથ આપી રહ્યા છે. ત્યારે યુક્રેનની સૌંદર્ય રાણી એનાસ્તાસિયા લેનની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. 'ડેઇલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, 2015માં જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે તેણે મિસ યુક્રેનનો ખિતાબ જીત્યો હતો. જોકે, હવે તે પોતાની ગ્લેમરસ લાઈફમાં વ્યસ્ત છે. મેસેજ કરી લખ્યું કે 'યુક્રેનની સરહદમાં જે કોઈ પ્રવà
04:24 PM Feb 27, 2022 IST
|
Vipul Pandya
યુક્રેનના સામાન્ય લોકો પણ રશિયન સેના સામેના યુદ્ધમાં યુક્રેનની સેનાનો સાથ આપી રહ્યા છે. ત્યારે યુક્રેનની સૌંદર્ય રાણી એનાસ્તાસિયા લેનની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.
'ડેઇલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, 2015માં જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે તેણે મિસ યુક્રેનનો ખિતાબ જીત્યો હતો. જોકે, હવે તે પોતાની ગ્લેમરસ લાઈફમાં વ્યસ્ત છે.
મેસેજ કરી લખ્યું કે 'યુક્રેનની સરહદમાં જે કોઈ પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે'
ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કહ્યું કે તેણે પોતાના 'ઘર'ને બચાવવા માટે હથિયારો ઉપાડ્યાં છે. અન્ય એક પોસ્ટમાં અનાસ્તાસિયાએ કહ્યું- 'અમારી સેના એવી રીતે લડી રહી છે કે નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.' માત્ર એટલું જ નહીં...અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીનો ફોટો પણ શેર કર્યો અને તેમને "સાચા અને મજબૂત નેતા" ગણાવ્યાં છે.
ઇન્સ્ટાગ્રામમાં લોકપ્રિય છે યુક્રેનની બ્યુટી ક્વીન અનાસ્તાસિયા
તમને જણાવી દઈએ કે યુક્રેનની બ્યુટી ક્વિન અનાસ્તાસિયા લેનાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ એક લાખ ફોલોઅર્સ છે. રશિયા સાથે યુદ્ધ દરમ્યાન સામાન્ય નાગરિકો ડિપ્લોમેટિક્સ અને રિટાયર આર્મી મેનો પણ મરણિયાં બન્યાં છે.
trending, ukraine-beauty-queen-taken-gun,join-army-to-fight-russia-attack,anastasiia-lenna
Next Article