નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા સાથે આ શું કર્યું?
ન્યૂયોર્ક (New York)થી દિલ્હી (Delhi) જતી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટ (Flight)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. મોટી વાત એ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચàª
Advertisement
ન્યૂયોર્ક (New York)થી દિલ્હી (Delhi) જતી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટ (Flight)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. મોટી વાત એ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખવામાં આવ્યો છે, ત્યારબાદ જ મામલાની તપાસ શરૂ થઈ છે.
નવેમ્બરમાં બની હતી ઘટના
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
શું છે સમગ્ર મામલો
મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે તે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં મુસાફરી કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઈટો બંધ થઈ ગઈ. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ તેની સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો. સહ-પ્રવાસીએ કહ્યું પછી તે ત્યાંથી હટ્યો.
જંતુનાશક દવાનો છંટકાવ કરીને એર હોસ્ટેસ નીકળી ગઈ
મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી, ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી. થોડા સમય પછી તેને પાયજામા અને ડિસ્પોઝેબલ ચપ્પલની જોડી આપવામાં આવી. મહિલાએ કહ્યું, પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


