અમદાવાદના કાલુપુર બ્રિજ પરની 10 દુકાન ધરાશાયી, રેલવે સ્ટેશન તરફના હિસ્સાની દુકાનો તૂટી પડી
અમદાવાદના કાલુપુર બ્રિજ પર બુધવારે અચાનક મોટો અકસ્માત સર્જાયો હતો. બ્રિજના રેલવે સ્ટેશન તરફના હિસ્સા પર આવેલી અંદાજે 10 જેટલી દુકાનો ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી.
10:32 PM Oct 08, 2025 IST
|
Mustak Malek
- અમદાવાદના કાલુપુર બ્રિજ પરની 10 દુકાન ધરાશાયી
- રેલવે સ્ટેશન તરફના હિસ્સાની દુકાનો તૂટી પડી
- ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી
- કાલુપુર બ્રિજ પરના દુકાનના રી ડેવલમેન્ટની ચાલી રહી છે વાતો
- છેલ્લા કેટલાક સમયથી આ દુકાનો થઈ છે જર્જરિત
અમદાવાદના કાલુપુર બ્રિજ પર બુધવારે અચાનક મોટી દુર્ઘટના ઘટી હતી. બ્રિજના રેલવે સ્ટેશન તરફના હિસ્સા પર આવેલી અંદાજે 10 જેટલી દુકાનો ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ દુકાનો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતી અને તેના રી-ડેવલપમેન્ટની વાતો ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી. જુઓ આ સમગ્ર અહેવાલ......
Next Article