ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનઃ 10 વર્ષની હિન્દુ બાળકીનું ધર્મ પરિવર્તન કરાવી, વૃદ્ધ મુલ્લા સાથે કરાવ્યા લગ્ન

પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને 80 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરાવવામાં આવ્યા.આ ઘટના 22 ઓક્ટોબરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધ પ્રાંતમાં હિન્દુ મહિલાઓ અને છોકરીઓના અપહરણની ઘટનાઓ વધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના સિંધના શેખ ભીરકિયો વિસ્તારમાં બની હતી,જ્યાં 10 વર્ષની હિન્દુ બાળકીનું મીના બજારના લોન્ડ્રી ઘાટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. જમીનદાર મુ
05:42 AM Oct 28, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને 80 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરાવવામાં આવ્યા.આ ઘટના 22 ઓક્ટોબરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધ પ્રાંતમાં હિન્દુ મહિલાઓ અને છોકરીઓના અપહરણની ઘટનાઓ વધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના સિંધના શેખ ભીરકિયો વિસ્તારમાં બની હતી,જ્યાં 10 વર્ષની હિન્દુ બાળકીનું મીના બજારના લોન્ડ્રી ઘાટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. જમીનદાર મુ
પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને 80 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરાવવામાં આવ્યા.આ ઘટના 22 ઓક્ટોબરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધ પ્રાંતમાં હિન્દુ મહિલાઓ અને છોકરીઓના અપહરણની ઘટનાઓ વધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના સિંધના શેખ ભીરકિયો વિસ્તારમાં બની હતી,જ્યાં 10 વર્ષની હિન્દુ બાળકીનું મીના બજારના લોન્ડ્રી ઘાટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. જમીનદાર મુલ્લા રશીદના ગુંડાઓએ તેનું અપહરણ કર્યું હતું. યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું.બાદમાં તેના લગ્ન વૃદ્ધ મુલ્લા રશીદ સાથે કરાવવામાં આવ્યા હતા.
અપહરણ અને બળજબરીથી લગ્નના કિસ્સાઓ વધી રહ્યા છે
સિંધ પ્રદેશમાં જ અન્ય એક ઘટનામાં, શાંતિ મેઘવાર નામની એક પરિણીત હિન્દુ મહિલાનું 24 ઓક્ટોબરે અપહરણ કરવામાં આવ્યું હતું. ચાર સશસ્ત્ર બદમાશો મંઝૂર શેખ, સુલતાન શેખ, ગબ શેખ અને જાવેદે સિંધના તંદુ મુહમ્મદ ખાન જિલ્લામાં તેમના ઘરેથી તેમનું અપહરણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને તેના લગ્ન મંજૂર શેખ સાથે કરવામાં આવ્યા હતા.
કેસ નોંધવા માટે લાંચની માંગણી કરી હતી
મહિલાની માતાએ આરોપ લગાવ્યો છે કે એસએચઓ ઈરફાન દસ્તિકોલે તેની એફઆઈઆર નોંધી ન હતી કારણ કે તે લાંચના રૂપમાં 5000 રૂપિયા આપી શકી ન હતી. તેમણે સિંધના સીએમ મુરાદ શાહને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેમની પુત્રીને મુક્ત કરાવવાની માંગ કરી છે.
સિંધ પ્રાંતમાં અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધ પ્રાંતમાં હિંદુ છોકરીઓ અને મહિલાઓના અપહરણ અને લગ્નના કિસ્સાઓ વધી રહ્યા છે. તેમને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવે છે ત્યારબાદ  મુસ્લિમ શખ્સ સાથે તેમના લગ્ન કરાવી દેવામાં આવે છે 
Tags :
girlGujaratFirstHinduMarriagePakistan
Next Article