12th BJP President Nitin Nabin : નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
- 12th BJP President Nitin Nabin
- નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
- ભાજપના નવા અધ્યક્ષનું કરાયું ઔપચારિક એલાન
- ભાજપની કમાન સંભાળનારા સૌથી યુવા અધ્યક્ષનું એલાન
- ભાજપના મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીની પણ હાજરી
- ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષના નામનું એલાન કરાયું
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજનાથસિંહ ઉપસ્થિત
- ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર
12th BJP President Nitin Nabin : ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે તેના સંગઠનમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવતા બિહારના દિગ્ગજ નેતા નીતિન નબીન (Nitin Nabin)ને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. 45 વર્ષીય નીતિન નબીન (Nitin Nabin) ભાજપના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનું બહુમાન ધરાવે છે. આ સાથે જ તેઓ બિહારના એવા પ્રથમ નેતા છે જે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે.
નીતિન નબીન (Nitin Nabin)નો સંગઠન પર મજબૂત પકડ
નીતિન નબીન (Nitin Nabin)ની પસંદગી કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ ભાજપના બંધારણ મુજબ ચાલેલી લાંબી લોકશાહી પ્રક્રિયાનું પરિણામ છે. PM મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, "સંગઠન મહોત્સવ અંતર્ગત નાનામાં નાના એકમમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયા આજે ઔપચારિક રીતે પૂર્ણ થઈ છે." આ પ્રક્રિયા પાછળ ભાજપનો હેતુ પાયાના કાર્યકરોને સન્માન આપવાનો રહ્યો છે. નીતિન નબીન પોતે 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા 'ગ્રાસરુટ' કાર્યકર તરીકે જાણીતા છે.
આ પણ વાંચો : નીતિન નબીન બન્યા પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીએ ગણાવ્યા પોતાના 'બોસ'


