Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

14 વર્ષીય મોહમ્મદ ફૈઝ સુપરસ્ટાર સિંગર 2નો વિજેતા, જીત્યા 15 લાખ રૂપિયા

14 વર્ષીય મોહમ્મદ ફૈઝ સુપરસ્ટાર સિંગર 2નો વિજેતા બન્યો, જીત્યા 15 લાખ રૂપિયા, કહ્યું- 'હું માતા-પિતાને ઈનામની રકમ આપીશ'સુપરસ્ટાર સિંગર 2 વિજેતા 14 વર્ષના મોહમ્મદ ફૈઝે સુપરસ્ટાર સિંગર 2ના વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મોહમ્મદ ફૈઝને સુપરસ્ટાર સિંગર 2 ના વિજેતા બનવા બદલ ચમકદાર ટ્રોફી સાથે 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ મળ્યું છે. શોના વિજેતા બનવા પર મોહમ્મદ ફૈઝ ખૂબ જ ખુશ છે. રિયાલિટી શ
14 વર્ષીય મોહમ્મદ ફૈઝ સુપરસ્ટાર સિંગર 2નો વિજેતા  જીત્યા 15 લાખ રૂપિયા
Advertisement
14 વર્ષીય મોહમ્મદ ફૈઝ સુપરસ્ટાર સિંગર 2નો વિજેતા બન્યો, જીત્યા 15 લાખ રૂપિયા, કહ્યું- 'હું માતા-પિતાને ઈનામની રકમ આપીશ'

સુપરસ્ટાર સિંગર 2 વિજેતા 
14 વર્ષના મોહમ્મદ ફૈઝે સુપરસ્ટાર સિંગર 2ના વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મોહમ્મદ ફૈઝને સુપરસ્ટાર સિંગર 2 ના વિજેતા બનવા બદલ ચમકદાર ટ્રોફી સાથે 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ મળ્યું છે. શોના વિજેતા બનવા પર મોહમ્મદ ફૈઝ ખૂબ જ ખુશ છે. રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2 નો વિજેતા બની ગયો છે. 14 વર્ષના મોહમ્મદ ફૈઝે આ શોના વિનરનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મોહમ્મદ ફૈઝે શોમાં પોતાની શાનદાર ગાયકી અને સુંદર અવાજથી નિર્ણાયકો સહિત ચાહકોના દિલ જીતી લીધા હતા અને હવે તે શોના વિજેતા બની ગયા છે.
મોહમ્મદ ફૈઝે શો જીત્યો
મોહમ્મદ ફૈઝને સુપરસ્ટાર સિંગર 2 ના વિજેતા બનવા બદલ શોની ચમકતી ટ્રોફી સાથે 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે. ફૈઝ ઉપરાંત મણિ આ શોની ફર્સ્ટ રનર અપ રહી છે. પ્રાંજલ બિસ્વાસ, આર્યનંદ આર બાબુ, ઋતુરાજ અને સાયશા ગુપ્તા પણ શોના ટોપ 6 ફાઇનલિસ્ટમાં સામેલ હતા.શોના વિજેતા બનવા પર મોહમ્મદ ફૈઝે કહ્યું- શો દ્વારા મને જે પ્રેમ અને ખ્યાતિ મળી છે તેના માટે હું ખૂબ જ ખુશ અને આભારી છું. મોહમ્મદ ફૈઝને 15 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે. આ વિશે વાત કરતા મોહમ્મદ ફૈઝે કહ્યું- હું ઈનામની રકમ મારા માતા-પિતાને આપીશ, કારણ કે મેં તેમના માટે જ શોમાં ભાગ લીધો હતો.
મોહમ્મદ ફૈઝ જીત્યા પછી શું કરશે?
મોહમ્મદ ફૈઝે આગળ કહ્યું- દરેક વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે. જ્યારે મારા નામની વિજેતા તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે દરેકની આંખોમાં ખુશીના આંસુ હતા. મોહમ્મદ ફૈઝ હાલમાં તેની શાનદાર જીતનો આનંદ માણી રહ્યો છે. પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં સિંગરે કહ્યું- હું વધુ રિયાઝ કરીશ, હું મારો અભ્યાસ પૂરો કરીશ. હું પ્રોજેક્ટ કરીને પણ મારા ચાહકો સાથે જોડાયેલ રહીશ.

દમદાર પર્ફોમન્સથી જ બધાના દિલ જીત્યા
મોહમ્મદ ફૈઝની વાત કરીએ તો તેણે પોતાના પહેલા જ દમદાર પર્ફોમન્સથી જ બધાના દિલ જીતી લીધા હતા. મોહમ્મદ ફૈઝના ઓડિશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. 14 વર્ષના ફૈઝના અવાજમાં એક ખાસ જાદુ છે, જેને સાંભળીને દરેક તેની ગાયકીમાં ખોવાઈ જાય છે. અમે મોહમ્મદ ફૈઝને રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2 ના વિજેતા બનવા માટે ચોતરફથી ખૂબ શુભેચ્છાઓ મળી રહ્યી છે. 
Tags :
Advertisement

.

×