16 યૂ ટ્યૂબ ચેનલ્સ આ કારણે બેન, ફેક ન્યૂઝ મામલે સરકારનું કડક વલણ
સોશિયલ મીડિયા પર પીરસાતી માહિતીને પબ્લિક સાચી માની લેતી હોય છે. ઘણીવાર આવા સમાચારોને કારણે ડર અને દહેશતનો માહોલ ઉભો થતો હોય છે.. આવી ખોટી માહિતી પીરસનારી, સમાજમાં ડર અને દહેશત ફેલાવનારી તેમજ સમાજના વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઉભી કરનારી યૂ ટ્યૂબ ચેનલ્સ સામે કેન્દ્રએ હવે કડક વલણ અપનાવ્યું છે.. અને આવી 16 યૂટ્યૂબ ચેનલ્સને બેન કરી છે. વી.ઓ. ફેક ન્યૂઝ મામલે સરકારનું કડક વલણ 16 યૂટ્યૂબ ચ
Advertisement
સોશિયલ મીડિયા પર પીરસાતી માહિતીને પબ્લિક સાચી માની લેતી હોય છે. ઘણીવાર આવા સમાચારોને કારણે ડર અને દહેશતનો માહોલ ઉભો થતો હોય છે.. આવી ખોટી માહિતી પીરસનારી, સમાજમાં ડર અને દહેશત ફેલાવનારી તેમજ સમાજના વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઉભી કરનારી યૂ ટ્યૂબ ચેનલ્સ સામે કેન્દ્રએ હવે કડક વલણ અપનાવ્યું છે.. અને આવી 16 યૂટ્યૂબ ચેનલ્સને બેન કરી છે.
વી.ઓ.
- ફેક ન્યૂઝ મામલે સરકારનું કડક વલણ
- 16 યૂટ્યૂબ ચેનલ્સને કરી દીધી છે બેન
- 16 પૈકી 6 ચેનલ્સ પાકિસ્તાનની
- 10 ભારતીય યૂટ્યૂબ ચેનલ્સ બેન
કેન્દ્ર સરકારે ખોટી ખબર ફેલાવવાના મામલામાં 16 યૂટ્યૂબ ચેનલ્સને બેન કરી દીધી છે.. બ્લોક કરવામાં આવેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 6 પાકિસ્તાન સ્થિત ટ્યૂબ ચેનલ્સ શામેલ છે.. જ્યારે અન્ય 10 ભારતીય યૂટ્યૂબ ચેનલ છે.
- પ્રતિબંધિત ચેનલ્સની વ્યૂઅરશીપ 68 કરોડ હતી
- રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ખોટી માહિતી પીરસાતી
- સાંપ્રદાયિક સદભાવ બગાડનારી માહિતી પીરસાતી
આ યૂટ્યૂબ ચેનલ્સની વ્યૂઅરશીપ 68 કરોડથી વધુ હતી. એવું ધ્યાનમાં આવ્યું હતું કે આ યૂટ્યૂબ ચેનલોનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, ભારતના વિદેશી સંબંધો, દેશમાં સાંપ્રદાયિક સદભાવ અને સાર્વજનિક વ્યવસ્થા સંબંધિત મામલાઓ પર સોશિયલ મીડિયા પર ખોટી ખબર ફેલાવવા માટે કરવામાં આવતો હતો.
- કોઇ એક સમુદાયને આતંકવાદી દર્શાવાતો
- ધાર્મિક સમુદાયો વચ્ચે ધૃણા ફેલાવવા પ્રયાસ
- સામાજિક વૈમન્સ્ય પેદા કરનારુ કન્ટેન્ટ પીરસાતું
- સમાજમાં દહેશત પેદા કરનારી ખબરો બતાવાતી
- સત્યથી તદ્દન વિહોણી ખબરો બતાવાતી
બેન કરવામાં આવેલી યૂટયૂબ ચેનલોની તરફથી પ્રકાશિત કન્ટેન્ટમાં કયાંક કોઇએક ચોક્કસ સમુદાયને આતંકવાદીના રૂપમાં બતાવવામાં આવ્યો હતો .. તો ક્યાંક તમામ ધાર્મિક સમુદાયોના સદસ્યો વચ્ચે ધૃણા જન્માવવા પ્રયાસ કરાયો હતો.આ કન્ટેન્ટ સાંપ્રદાયિક વૈમન્સ્ય પેદા કરનારા અને સાર્વજનિક વ્યવસ્થાને બગાડનારા હોવાનું સામે આવ્યું હતું. . સમાજના તમામ વર્ગમાં દહેશત પેદા કરવાની ક્ષમતા રાખનારી સત્યથી વિહોણી ખબરો અને વીડિયો પ્રકાશિત કરનારી અનેક ટૂટયૂબ ચેનલ જોવા મળી.
- કોવિડ દરમ્યાન અનેક ખોટી માહિતી પીરસાઇ
- લોકડાઉન સંબંધિત ખોટી માહિતી ફેલાવાઇ
- પ્રવાસી શ્રમિકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો
કોરોનાકાળ દરમ્યાન લોકડાઉન ક્યારે કઇ જગ્યાએ લાગશે અને ક્યારે હટશે તે તમામ બાબતો પ્રવાસી શ્રમિકોને અસર કરતી હતી. અનેક યૂટયૂબ ચેનલ્સે આ સમયગાળા દરમ્યાન લોકડાઉનને લઇને દહેશત જન્માવનારી માહિતી પીરસી હતી. અને કોવિડ નાઇન્ટીનને કારણે લાગેલા લોકડાઉનની ઘોષણા સંબંધિત જુઠ્ઠાણા ફેલાવાયા હતા. . જે પ્રવાસી શ્રમિકોમાં ગભરાટ ફેલાવનારા હતા.આવા કન્ટેન્ટને દેશમાં સાર્વજનિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારા ગણવામાં આવ્યા.
- પાક યૂટયૂબ ચેનલ્સ પણ સરકારના સપાટામાં
- જમ્મુ-કાશ્મીરને લઇ ખોટી માહિતી પીરસતી
- ભારતીય સેનાને લઇને પણ ખોટી માહિતી દર્શાવાતી
પાકિસ્તાનની કેટલીક યૂટ્યૂબ ચેનલ્સે ભારતીય સેના. .જમ્મુ-કાશ્મીર અને યુક્રેનની સ્થિતિને લઇને ખોટા ન્યૂઝ પોસ્ટ કર્યા હતા.. આ ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષા , ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે જોખમરૂપ ગણવામાં આવી.. સાથે જ અન્ય દેશો સાથેના ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો પર પ્રતિકુળ અસર પહોંચાડનારી ગણવામાં આવી..
- તાજેતરમાં જ સરકારે કરી છે ટકોર
- ભડકાવનારા હેડિંગ્સની લીધી છે નોંધ
મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયે 23 એપ્રિલે પ્રાઇવેટ ટીવી ન્યૂઝ ચેનલોને ખોટા દાવા અને નિંદનીય ટાઇટલથીબચવાની સલાહ આપી હતી. મંત્રાલયે હાલના દિવસોમાં ઘણી સેટેલાઇટ ટીવી ચેનલોએ વિવિધ ઘટનાઓ અને ઘટનાઓના કવરેજને જે રીતે કર્યા છે.... તેને લઇને પણ ખાસ નોંધ લીધી છે. આ ચેનલ્સ દ્વારા અપ્રમાણિક, ભ્રામક, ખોટી સનસનાટી ફેલાવનાર અને સામાજિક રૂપે અસ્વીકાર્ય ભાષા અને ટિપ્પણીઓનો ઉપયોગ કરી ન્યૂઝ દર્શાવાયા હોવાનું કેન્દ્રના ધ્યાને આવ્યું છે.
- અગાઉ પણ યૂ-ટ્યૂબ ચેનલ્સ બેન કરી
- અગાઉના દિવસોમાં 22 યૂટ્યૂબ ચેનલ્સ બેન કરી
- 2021માં 20 યૂટ્યૂબ ચેનલ બેન કરી હતી
જો કે આવું પહેલીવાર નથી બન્યું.. દેશની સુરક્ષા માટે જોખમરૂપ તરીકે ગણાવતા સરકારે વચ્ચે પણ અનેક યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી હતી. ગત દિવસોમાં ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરતા 22 ટૂયબ ચેનલ્સ, 3 ટવીટર એકાઉન્ટ , એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટ બ્લોક કરી હતી.. આ એકાઉનટ્સ અને ચેનલનો ઉપયોગ ભારતની સુરક્ષા, વિદેશનીતી અને પબ્લીક ઓર્ડર જેવા મામલાઓમાં ખોટા સમાચાર આપવા માટે કરાઇ રહ્યો હતો.2021માં પણ સરકારે દેશની વિરુદ્ધમાં પાકિસ્તાની દુષ્પ્રચાર અભિયાનને લઇને મોટુ એક્શન લીધું હતું.. અને 20 ટયૂટબ ચેનલોને બ્લોક કરી દીધી હતી.


