શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 54,554ની સપાટી પર ખુલ્યો
ભારતીય શેરબજારોમાં ગઈકાલે જોવા મળેલી તેજી આજે પણ ચાલુ છે . આજે ભારતીય શેરબજાર સારા ઉછાળા સાથે ખુલ્યું છે. બેન્કિંગ, આઈટી, મેટલ, એફએમસીજી, રિટેલ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર આજે અપટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભારતી એરટેલની તેજીએ પણ બજારને ટેકો આપ્યો છે.આજના ટ્રેડિંગની શરૂઆત ઊંચા સ્તરે થઈ હતી અને NSE નિફ્ટી 58.90 પોઈન્ટના વધારા બાદ 0.36 ટકા વધીને 16,318ની સપાટી પર ખુલ્યો હતો. બીજી તરફ BSE સેન્àª
04:23 AM May 18, 2022 IST
|
Vipul Pandya
ભારતીય શેરબજારોમાં ગઈકાલે જોવા મળેલી તેજી આજે પણ ચાલુ છે . આજે ભારતીય શેરબજાર સારા ઉછાળા સાથે ખુલ્યું છે. બેન્કિંગ, આઈટી, મેટલ, એફએમસીજી, રિટેલ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર આજે અપટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભારતી એરટેલની તેજીએ પણ બજારને ટેકો આપ્યો છે.
આજના ટ્રેડિંગની શરૂઆત ઊંચા સ્તરે થઈ હતી અને NSE નિફ્ટી 58.90 પોઈન્ટના વધારા બાદ 0.36 ટકા વધીને 16,318ની સપાટી પર ખુલ્યો હતો. બીજી તરફ BSE સેન્સેક્સ 236 પોઈન્ટ એટલેકે 0.44 ટકાના ઉછાળા પછી 54,554ની સપાટી પર ખુલવામાં સફળ રહ્યો છે.
મેટલ અને પીએસયુ બેંકો હવે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે . ફાર્મામાં 1.16 ટકા અને નાણાકીય શેરોમાં 0.87 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ભારતી એરટેલ નિફ્ટીમાં ટોપ ગેનર છે અને તેમાં 1.80 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 1.52 ટકા અને આઇશર મોટર્સ 1.5 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. સિપ્લા 1.42 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.38 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ઘટાડો થયેલા શેરની વાત કરવામાં આવે તો JSW સ્ટીલ 1.07 ટકા અને પાવર ગ્રીડ 1.05 ટકા ડાઉન છે. એનટીપીસી 0.93 ટકા અને કોલ ઈન્ડિયા 0.62 ટકા ઘટ્યા હતા. ટાટા સ્ટીલ 0.61 ટકા ઘટાડા સાથઈ ટ્રેડ કરી રહ્યો છે.
આજે નિફ્ટીમાં 50 માંથી 37 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 215 પોઇન્ટ એટલે કે 0.66 ટકાના વધારાની સાથે 34517ની સપાટી પર કારોબાર જોવા મળી રહ્યો છે.
Next Article