વિદેશમાંથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત મળ્યા, કોઈ ગંભીર નથી
રાષ્ટ્રીય રાજધાની, બિહારના બોધગયા અને કોલકાતા, બંગાળમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ કરાયેલી ઓચિંતી તપાસ દરમિયાન તેઓ સંક્રમિત જણાયા હતા. તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 12 લોકો બોધ ગયામાં મળી આવ્યા છે, જેઓ આ મહિનાના અંતમાં તિબેટીયન બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામાના કાલચક્ર કાર્યàª
Advertisement
રાષ્ટ્રીય રાજધાની, બિહારના બોધગયા અને કોલકાતા, બંગાળમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ કરાયેલી ઓચિંતી તપાસ દરમિયાન તેઓ સંક્રમિત જણાયા હતા. તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 12 લોકો બોધ ગયામાં મળી આવ્યા છે, જેઓ આ મહિનાના અંતમાં તિબેટીયન બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામાના કાલચક્ર કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.
ગયાના સિવિલ સર્જન ડૉ. રંજન કુમારે જણાવ્યું કે, સોમવારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવેલા ચાર સંક્રમિત લોકો મળી આવ્યા હતા. જેમાંથી એક મ્યાનમાર અને ત્રણ થાઈલેન્ડના છે. આ સહિત અત્યાર સુધીમાં 12 વિદેશી સંક્રમિત મળી આવ્યા છે. આમાંથી ત્રણ મહિલાઓ સ્વસ્થ થઈને દિલ્હી પરત આવી ગઈ છે. બાકીનાને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વળી, દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે ઓચિંતી તપાસમાં, મ્યાનમારના ચાર નાગરિકો ચેપગ્રસ્ત મળી આવ્યા હતા. તમામને ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા એરપોર્ટ પર બે વિદેશીઓને પણ ચેપ લાગ્યો છે. તેમાંથી એક દુબઈથી અને બીજો કુઆલાલંપુરથી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા જતા કેસોને જોતા ચીન, જાપાન, દ.કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય સજ્જતા ચકાસવા માટે આજે મોકડ્રીલ
મંગળવારે દેશભરમાં મોકડ્રીલ દ્વારા કોરોના સંક્રમણની કોઈપણ ઈમરજનસીનો સામનો કરવા માટેની સજ્જતાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે મંગળવારે સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી. આ પહેલા તેમણે કહ્યું હતું કે મોક ડ્રીલથી ખબર પડશે કે તૈયારીઓમાં શું ખામીઓ રહી ગઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


