Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંસદમાં હંગામા પર વિપક્ષના 19 સાંસદો રાજ્યસભામાંથી સસ્પેન્ડ, સ્પીકરે કરે કાર્યવાહી

લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ મંગળવારે વિપક્ષના 19 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોંઘવારી પર સરકાર સામે વિપક્ષના વિરોધ વચ્ચે હવે 23 સાંસદોને સંસદના બંને ગૃહોમાં મોનસૂન સત્રમાં હાજરી આપવા પર રોક લગાવવામાં આવી છે. મંગળવારે ઉપલા ગૃહમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી સાંસદોએ મોંઘવારી પર પોà
સંસદમાં હંગામા પર વિપક્ષના 19
સાંસદો રાજ્યસભામાંથી સસ્પેન્ડ  સ્પીકરે કરે કાર્યવાહી
Advertisement

લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ
કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ મંગળવારે વિપક્ષના 19
સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોંઘવારી પર સરકાર સામે
વિપક્ષના વિરોધ વચ્ચે હવે 23 સાંસદોને સંસદના બંને ગૃહોમાં મોનસૂન સત્રમાં હાજરી
આપવા પર રોક લગાવવામાં આવી છે.

Advertisement

Advertisement

મંગળવારે ઉપલા ગૃહમાં કાર્યવાહી શરૂ
થતાંની સાથે જ વિપક્ષી સાંસદોએ મોંઘવારી પર પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું
હતું. સદનની અંદર સૂત્રોચ્ચાર કરતા વિપક્ષના સાંસદો વેલની એકદમ નજીક આવી ગયા હતા.
વિપક્ષી સાંસદોને અધ્યક્ષ દ્વારા વારંવાર તેમની બેઠક પર બેસવા વિનંતી કરવામાં આવી
હતી. માહિતી અનુસાર
, પાલન ન કરવા બદલ અધ્યક્ષે વિપક્ષના
સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને એક સપ્તાહ માટે ગૃહની કાર્યવાહીમાંથી
સસ્પેન્ડ કરી દીધા.
તૃણમૂલ સાંસદો સુષ્મિતા દેવ, મૌસમ નૂર, ડૉ. શાંતનુ સેન, ડોલા સેન, શાંતનુ સેન, નદીમલ હક, અભિ રંજન બિસ્વાસ અને શાંતા છેત્રી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
CPI(M) ના A.A. રહીમ, ડાબેરીઓના મોહમ્મદ અબ્દુલ્લા અને ડીએમકેના કનિમોઝી પણ સામેલ છે.


જણાવી દઈએ કે એક દિવસ પહેલા લોકસભા
સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ પણ નીચલા ગૃહની કાર્યવાહી દરમિયાન અભદ્ર વર્તન કરવા બદલ
કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કરી હતી. બે દિવસમાં વિપક્ષના 23 સાંસદોને
ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×