ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં 1.35 લાખની લાંચ લેતા ઝોનલ અધિકારી સહિત 2 ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરોએ પી.બી.એમ એક્ટ મુજબ અટકાયતી પગલાં ના લેવા માટે 1.35 લાખની લાંચ માગનાર ઝોનલ અધિકારીને ઝડપી લીધો હતો.અમદાવાદમાં એક ફરિયાદી વિરુદ્ધમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જે  ગુના બાબતે ફરિયાદી વિરૂદ્ધ PBM મુજબના અટકાયતી પગલાં લેવાના હોય છે. જો કે આ અટકાયતી પગલાં ના લેવા ઝોનલ અધિકારીએ 1.65 લાખ રુપિયાની લાંચ માંગી હતી જે લાંચ સ્વીકારતા ઝોનલ અધિકારી અને વચેટીયો
12:03 PM Jul 27, 2022 IST | Vipul Pandya
એન્ટી કરપ્શન બ્યુરોએ પી.બી.એમ એક્ટ મુજબ અટકાયતી પગલાં ના લેવા માટે 1.35 લાખની લાંચ માગનાર ઝોનલ અધિકારીને ઝડપી લીધો હતો.અમદાવાદમાં એક ફરિયાદી વિરુદ્ધમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જે  ગુના બાબતે ફરિયાદી વિરૂદ્ધ PBM મુજબના અટકાયતી પગલાં લેવાના હોય છે. જો કે આ અટકાયતી પગલાં ના લેવા ઝોનલ અધિકારીએ 1.65 લાખ રુપિયાની લાંચ માંગી હતી જે લાંચ સ્વીકારતા ઝોનલ અધિકારી અને વચેટીયો
એન્ટી કરપ્શન બ્યુરોએ પી.બી.એમ એક્ટ મુજબ અટકાયતી પગલાં ના લેવા માટે 1.35 લાખની લાંચ માગનાર ઝોનલ અધિકારીને ઝડપી લીધો હતો.
અમદાવાદમાં એક ફરિયાદી વિરુદ્ધમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જે  ગુના બાબતે ફરિયાદી વિરૂદ્ધ PBM મુજબના અટકાયતી પગલાં લેવાના હોય છે. જો કે આ અટકાયતી પગલાં ના લેવા ઝોનલ અધિકારીએ 1.65 લાખ રુપિયાની લાંચ માંગી હતી જે લાંચ સ્વીકારતા ઝોનલ અધિકારી અને વચેટીયો ઝડપાઇ ગયા હતા.
ફરીયાદી વિરૂધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુન્હો દાખલ થયેલો હતો. આ ગુના  બાબતે ફરીયાદી વિરુદ્ધ પી.બી.એમ.(Prevention of Black Marketing) મુજબના અટકાયતી પગલા નહી લેવાના અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટે અન્ન અને નાગરીક પુરવઠાની ઝોનલ કચેરી સરખેજના ઝોનલ અધિકારી આરોપી ભુપેન્દ્ર ચૌધરીએ રૂ. 165000ની લાંચની માંગણી કરી હતી. 
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના  હોવાથી તેણે એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. ACB એ લાંચના છટકાનું આયોજન કરીને ઝોનલ અધિકારી ભુપેન્દ્ર ચૌધરી અને ખાનગી વ્યક્તિ અબ્દુલ ચૌહાણને 1,35,500 રૂપિયા લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
 
Tags :
ACBArrestbribeGujaratFirst
Next Article