ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોલકાતામાં બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર ગોળીબાર, 2 લોકોના મોત

દેશનાં પૂર્વીય વિસ્તાર કોલકોતામાં આજે ભીષણ ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબાર બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક પોલીસકર્મીએ આ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં બે લોકોના મોત થયા છે. કોલકોતામાં આવેલ બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર એક પોલીસકર્મીએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. તેની બંદૂકમાંથી નીકળેલી ગોળીઓના કારણે એક મહિલાનું ઘટનાસ્થળà
10:28 AM Jun 10, 2022 IST | Vipul Pandya
દેશનાં પૂર્વીય વિસ્તાર કોલકોતામાં આજે ભીષણ ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબાર બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક પોલીસકર્મીએ આ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં બે લોકોના મોત થયા છે. કોલકોતામાં આવેલ બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર એક પોલીસકર્મીએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. તેની બંદૂકમાંથી નીકળેલી ગોળીઓના કારણે એક મહિલાનું ઘટનાસ્થળà
દેશનાં પૂર્વીય વિસ્તાર કોલકોતામાં આજે ભીષણ ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબાર બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક પોલીસકર્મીએ આ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં બે લોકોના મોત થયા છે. 
કોલકોતામાં આવેલ બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર એક પોલીસકર્મીએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. તેની બંદૂકમાંથી નીકળેલી ગોળીઓના કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ ગોળીબારમાં હાજર ઘણા લોકો ઘાયલ થયા છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસકર્મીએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. જે મહિલા આ ગોળીબારમાં મૃત્યુ પામી છે તે બાઇક પર સવાર હતી. તાજેતરમાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, હુમલો કરનાર પોલીસકર્મી લગભગ એક કલાક સુધી તે જ જગ્યાએ હતો અને અહીં-તહીં નાસતો ફરતો હતો.

આ પણ વાંચો - જહાંગીરપુરી વિસ્તારમાં ફરી થયો પથ્થરમારો, વાહનોના તોડ્યાં કાચ, Video
Tags :
BangladeshHighCommissionDeadFiringGujaratFirstKolkataKolkataFiringpolicePoliceFiringsuicide
Next Article