અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા દુનિયાને મોટી રાહત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) મધ્ય-પૂર્વના તણાવને ઘટાડવા માટે ઈરાન સાથે 2 સપ્તાહના હંગામી યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય પાકિસ્તાનની મધ્યસ્થતા અને વિશેષ અપીલ (Appeal) બાદ લેવામાં આવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે. આ સમજૂતી મુજબ, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) તાત્કાલિક ધોરણે ખોલવાની શરતે આ સીઝફાયર અમલમાં આવશે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે તેમને ઈરાન તરફથી 10 મુદ્દાઓનો એક લેખિત પ્રસ્તાવ (Proposal) મળ્યો છે, જેના પર આગામી 10 એપ્રિલે ઈસ્લામાબાદમાં વિગતવાર વાતચીત (Negotiation) થવાની શક્યતા છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતાએ (Supreme Leader) પણ સૈન્યને હુમલા રોકવાના કડક આદેશ આપ્યા છે, જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક કામચલાઉ પગલું (Temporary Measure) છે અને તેને યુદ્ધનો કાયમી અંત ગણવો જોઈએ નહીં. આ જાહેરાતથી વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈનમાં મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

