ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સેન્સેક્સ 133 પોઈન્ટના ઉછાળા સાથે 54,459ની સપાટી પર ખુલ્યો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 133 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર ગતિ સાથે શરૂઆત કરી છે. ઓપનિંગ સમયે સેન્સેક્સ 133 પોઈન્ટ એટલેકે 0.25 ટકાના ઉછાળા સાથે 54,459ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 25 પોઈન્ટ
04:11 AM May 23, 2022 IST | Vipul Pandya
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 133 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર ગતિ સાથે શરૂઆત કરી છે. ઓપનિંગ સમયે સેન્સેક્સ 133 પોઈન્ટ એટલેકે 0.25 ટકાના ઉછાળા સાથે 54,459ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 25 પોઈન્ટ
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 133 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર ગતિ સાથે શરૂઆત કરી છે. ઓપનિંગ સમયે સેન્સેક્સ 133 પોઈન્ટ એટલેકે 0.25 ટકાના ઉછાળા સાથે 54,459ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 25 પોઈન્ટ એટલેકે  0.15 ટકાના વધારા બાદ 16,316ની સપાટી પર ખુલ્યો હતો. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ પછી બજાર લાલ નિશાનમાં આવી ગયું. હવે બજાર , ક્યારેક લીલા તો ક્યારેક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે 
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 લીલા નિશાનમાં અને 11 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજે નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 17 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે મેટલ્સ, એનર્જી, મીડિયા અને એફએમસીજી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં આજે આ શેરમાં વધારો થયો છે.  મારુતિ સુઝુકી જે 3.08 ટકા, મહિન્દ્રા 2.59 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.82 ટકા, ટાઇટન 1.66 ટકા, નેસ્લે 1.32 ટકા, ડૉ. રેડ્ડી 1.25 ટકા, એનટીપીસી 1.24 ટકા, કોટક મહિન્દ્રા 1.2 ટકા વધ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલનો શેર 10 ટકા, ITC 1.93 ટકા, ટેક મહિન્દ્રા 0.56 ટકા, ભારતી એરટેલ 0.40 ટકા, HCL ટેક 1025 ટકા, એક્સિસ બેન્ક 0.26 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
Tags :
BSEGujaratFirstNiftyNSESensexStockmarket
Next Article