IPS લોબીમાં ગુજરાતનો દબદબો, 25 અધિકારીઓના નોમિનેશનને UPSCની મંજૂરી
અત્યાર સુધીમાં IPS લોબીમાં ગુજરાત બહારનાં પોલીસ અધિકારીઓ સૌથી વધુ જોવા મળતા હતા. હવે સમય બદલાઈ ગયો છે. ગુજરાત પોલીસનાં એક સાથે 25 પોલીસ અધિકારીઓનું IPSનું નોમિનેશન મંજૂર થઈ ગયું છે. જેથી હવે IPS લોબીમાં ગુજરાતી અધિકારીઓને દબદબો જોવા મળશે. વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા ગુજરાતનાં 25 જેટલા અધિકારીઓને IPS નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. UPSC દ્વારા પણ આ નોમિનેશનને મંજૂરી પણ આપી દેવામાàª
Advertisement
અત્યાર સુધીમાં IPS લોબીમાં ગુજરાત બહારનાં પોલીસ અધિકારીઓ સૌથી વધુ જોવા મળતા હતા. હવે સમય બદલાઈ ગયો છે. ગુજરાત પોલીસનાં એક સાથે 25 પોલીસ અધિકારીઓનું IPSનું નોમિનેશન મંજૂર થઈ ગયું છે. જેથી હવે IPS લોબીમાં ગુજરાતી અધિકારીઓને દબદબો જોવા મળશે. વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા ગુજરાતનાં 25 જેટલા અધિકારીઓને IPS નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. UPSC દ્વારા પણ આ નોમિનેશનને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જેથી આ તમામ અધિકારીઓનો હવે GPS (ગુજરાત પોલીસ સર્વીસ) કેડરમાંથી IPS (ઈન્ડિયન પોલીસ સર્વીસ) કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌથી વધુ IPS અધિકારી મહેસાણા જિલ્લામાંથી
નોમિનેટ થયેલા 25 IPS અધિકારીઓમાં મહેસાણા જિલ્લાનાં 5, અમદાવાદનાં 4, કચ્છનાં 3, જામનગર અને ભાવનગર, મોરબી અને અમરેલી અને સુરેન્દ્રનગરનાં 2-2, જ્યારે રાજકોટ, ગાંધીનગર અને આણંદનાં એક એક અધિકારીઓ છે.
આ અધિકારીઓ બન્યા IPS
મહેસાણા જિલ્લાનાં નોમિનેટ થયેલા 5 અધિકારીઓમાં હાલનાં જેલ SP તેજસકુમાર વી. પટેલ, તાપી જિલ્લા SP રાહુલકુમાર બી. પટેલ, અમદાવાદનાં પોલીસ કંટ્રોલરૂમ DCP ડૉ. હર્ષદકુમાર કે. પટેલ અને ZONE 4 DCP મુકેશકુમાર એન પટેલ અને વડોદરા SP ઉમેશકુમાર આર. પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદનાં નોમિનેટ થયેલા અધિકારીઓમાં હાલમાં પાટણ SP વિજયકુમાર જે પટેલ, વડોદરામાં DCP ZONE 4 પન્ના એન. મોમાયા, ગુજરાત ATSનાં SP પિનાકીન એસ. પરમાર, તેમજ નવસારી એસપી ઋષિકેશ બી. ઉપાધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છનાં નોમિનેટ થયેલા અધિકારીઓમાં હાલમાં અમદાવાદમાં ઝોન 2 ડીસીપી તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ ડી. જાડેજા તેમજ ડાંગ એસપી રવિરાજસિંહ એસ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જામનગરનાં અધિકારીઓમાં ગીર સોમનાંથનાં એસપી મનોહરસિંહ એન.જાડેજા અને વડોદરા ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જે જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરનાં અધિકારીઓમાં ગાંધીનગરમાં સીએમ અને વીઆઈપી સિક્યુરીટીનાં એસપી ચિંતન જે બારૈયા અને SRPF કમાન્ડન્ટ ડૉ. હરપાલસિંહ એમ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના અધિકારીઓમાં હાલમાં વલસાડ એસપી ડૉ. રાજદિપસિંહ એન. ઝાલા અને અમદાવાદ એસઓજી ક્રાઈમનાં ડીસીપી જયરાજસિંહ વી. વાળાનો સમાવેશ કરાયો છે.
અમરેલીનાં અધિકારીઓમાં સુરેન્દ્રનગર એસપી હરેશકુમાર એમ. દુધાત તેમજ સુરતનાં ઝોન 4 ડીસીપી હર્ષદ બી. મહેતાનો સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવતા અધિકારીઓમાંથી ખેડા એસપી રાજેશ એચ. ગઢિયા તેમજ ગાંધીનગરમાં કોસ્ટલ સીક્યોરીટીનાં એસપી કિશોર એફ. બળોલિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં અધિકારીઓમાં અમદાવાદ ઝોન 5નાં ડીસીપી ભગીરથસિંહ યુ. જાડેજાનો સમાવેશ થયો છે. ગાંધીનગર જિલ્લાનાં અધિકારીઓમાંથી પંચમહાલનાં એસપી હિમાંશુ આઈ. સોલંકી તેમજ આણંદ જિલ્લામાંથી SRPFના કમાન્ડન્ટ એન્ડુઝ મેકવાનનો સમાવેશ કરાયો છે.
આ 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક


