વોટ્સએપ સ્ટેટસના કારણે જવું પડ્યું જેલમાં, 25 વર્ષી મહિલા ઉપર પાકિસ્તાનને શુભેચ્છા પાઠવવાનો લાગ્યો આરોપ
કર્ણાટકના બાગલકોટ
જિલ્લામાં 25 વર્ષી મહિલાને તેના વોટ્સએપ સ્ટેટસ માટે અટકાયતમાં લેવામાં આવી
હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ તેના સ્ટેટસમાં
પાકિસ્તાનને તેના ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. મહિલા મુધોલની છે અને નજીકના
મદરેસામાં ભણાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલાએ ઉર્દૂમાં વોટ્સએપ સ્ટેટસ લખ્યું હતું, 'અલ્લાહ હર મુલ્ક મેં ઇત્તિહાદ, અમન સુકૂન આતા ફરમા મૌલા.' તેણીના આ પ્રકારના સ્ટેટસ સામે વાંધો વ્યક્ત કરતા એક કાર્યકર અરુણ કુમાર ભજંત્રીએ મહિલા વિરુદ્ધ મુધોલ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી, જેના કારણે પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી પરંતુ બીજા જ દિવસે તેને જામીન પણ મળી ગયા.
મહિલાના હેતુને જ્ઞાતિ તણાવ
ઉશ્કેરવા તરીકે વર્ણવતા ભજંત્રીએ તેના પર રાજદ્રોહનો આરોપ લગાવવાની માંગ
કરી. પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ અથવા અન્ય કારણોસર જૂથો વચ્ચે નફરત ફેલાવવી)
અને 505(2) (ધર્મ, જાતિ અથવા અન્ય કારણોસર બે
જૂથો વચ્ચે નફરત ઉશ્કેરવી) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે મહિલાને શાંતિ જાળવવા
માટે કસ્ટડીમાં રાખવામાં આવી હતી. માહિતી અધિકાર કાર્યકર્તા અને વ્યવસાયે વકીલ કહે
છે કે ભજંત્રીનો આરોપ કોર્ટમાં એક દિવસ પણ ટકી શકશે નહીં, તેણે પોલીસ પર નિર્દોષ લોકોને હેરાન કરવાનો આરોપ મૂક્યો છે.