ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કુદરતનો કરિશ્મા, 128 કલાક પછી પણ કાટમાળ નીચે જીવતી મળી 2 મહિનાની બાળકી

તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશત ભૂકંપ (Earthquake)માં સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. કાટમાળ નીચે દબાયેલાઓને બચાવવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે. બચાવ કર્મીઓ દિવસ રાત એક કરીને કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને જીવતા બહાર કાઢવા પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે  ભારે તબાહીના દ્રષ્યો વચ્ચે ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે. તુર્કીમાં કેટલાક સ્થળોએ  માનવતા પણ મરી પરવારી હોવાનું જોવા મળ્યું છે અને લà
04:13 AM Feb 12, 2023 IST | Vipul Pandya
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશત ભૂકંપ (Earthquake)માં સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. કાટમાળ નીચે દબાયેલાઓને બચાવવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે. બચાવ કર્મીઓ દિવસ રાત એક કરીને કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને જીવતા બહાર કાઢવા પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે  ભારે તબાહીના દ્રષ્યો વચ્ચે ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે. તુર્કીમાં કેટલાક સ્થળોએ  માનવતા પણ મરી પરવારી હોવાનું જોવા મળ્યું છે અને લà
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશત ભૂકંપ (Earthquake)માં સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. કાટમાળ નીચે દબાયેલાઓને બચાવવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે. બચાવ કર્મીઓ દિવસ રાત એક કરીને કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને જીવતા બહાર કાઢવા પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે  ભારે તબાહીના દ્રષ્યો વચ્ચે ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે. તુર્કીમાં કેટલાક સ્થળોએ  માનવતા પણ મરી પરવારી હોવાનું જોવા મળ્યું છે અને લૂંટફાટના બનાવો પણ બન્યા છે. 

128 કલાક પછી પણ જીવતા રહેલા નાના 2 મહિનાના બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું
તુર્કીમાં રેસ્ક્યુ દરમિયાન રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત પણ સાચી હોય તે ફરી એક વાર સાબિત થયું છે. હજારો ટન વજનના કાટમાળ નીચે દબાયેલા ઘણા વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવે તેવા ચમત્કારિક બનાવો પણ જોવા મળી રહ્યા છે ત્યારે તુર્કીના હટે વિસ્તારમાં કાટમાળ નીચે 128 કલાક પછી પણ જીવતા રહેલા નાના 2 મહિનાના બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું. બચાવકર્તા પણ બાળકને જોઇને ખુશખુશાલ થઇ ગયા હતા. 
બાળકને જોઇને લોકો ખુશ થઇ ગયા
હટે વિસ્તારમાં બચાવ કર્મીઓ જ્યારે રેસ્કયુ કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે એક કાટમાળ નીચે નાનુ બાળક પણ દબાયેલું છે અને બચાવ કર્મીઓએ ધીરજપૂર્વક આ બાળકને સલામત રીતે બહાર કાઢી લીધુ હતું. આ બાળક 2 મહિનાનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોમાં પણ ખુશાલી જોવા મળી હતી અને તેમણે તાળીઓ પાડીને બચાવકર્મીઓની કામગિરી બિરદાવી હતી. આ બાળક 128 કલાકથી કાટમાળ નીચે જીવી રહ્યું હતું.
ચમત્કારના ઘણા બનાવો જોવા મળ્યા
તુર્કીના આ ભયાનક ભૂકંપમાં ઘણા એવા દાખલા જોવા મળ્યા છે જેમાં કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જેમાં 2 વર્ષની બાળકી તથા 6 મહિનાની ગર્ભવતી મહિલા અને 70 વર્ષની વૃદ્ધા પણ સામેલ છે. હજું પણ કાટમાળ નીચે હજારો લોકો ફસાયા હોવાની આશંકા છે.

ભારતે 7મું વિમાન તુર્કી મોકલ્યું
ભારતની રેસ્કયુ ટીમ પણ હાલ તુર્કીમાં બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ભારતે મદદ માટે વધુ એક વિમાન મોકલ્યું છે. 7મું વિમાન ઉત્તર પ્રદેશના હિંડન એરપોર્ટ પરથી રાહત સામગ્રી લઈને તુર્કી અને સીરિયા માટે રવાના થયું છે. આ ફ્લાઈટમાં ભૂકંપ પીડિતો માટે જીવનરક્ષક દવાઓ, ફિલ્ડ હોસ્પિટલ, ધાબળા અને સ્લીપિંગ મેટ્સ જેવી જરૂરી વસ્તુઓ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે રવાના થયેલું 7મું વિમાન સૌથી પહેલા સીરિયાની રાજધાની દમાસ્કસ પહોંચશે, અહીં રાહત સામગ્રી ઉતાર્યા બાદ ફ્લાઈટ તુર્કીના અદાના માટે રવાના થશે.

હજું પણ શોધખોળ યથાવત
ભારત સહિત વિશ્વભરના બચાવકર્મીઓની ટીમો તુર્કી અને સીરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે. હજારો બચાવકર્મીઓ ઠંડા હવામાન છતાં ઘણા વિસ્તારોમાં શોધખોળ કરી રહ્યા છે. આ ભયંકર આફતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેઓને હવે મદદની સખત જરૂર છે. અસરગ્રસ્ત લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો--તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ,મૃતદેહ ભારત લવાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
earthquakeGujaratFirstMiracleSyriaturkey
Next Article