એવી 3 ચીજો, જેને ફ્રીજમાં મૂકવાથી સ્વાદ થઈ જાય છે ખરાબ
સફરજન.. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઘણી બધી એવી ચીજ વસ્તુો છે જેના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. અને સફરજન પણ તેમાંથી જ એક છે. બજારમાં સફરજન પણ મોંઘા મળે છે, તેથી લોકો તેને ખરીદે છે અને બગાડવાથી રોકવા માટે તેને ફ્રીજમાં સ્ટોર કરે છે. આમ કરવાથી ભલે લાંબો સમય સફરજન બગડતું નથી, પરંતુ તેનો સ્વાદ અને પોષકતત્વો બંને ઘટવા લાગે છે અને ઘણી વખત તેના સ્વાદમાં પણ ફેરફાર જોવા મળે છે. તરબૂચ..જેને અંà
Advertisement
સફરજન.. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઘણી બધી એવી ચીજ વસ્તુો છે જેના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. અને સફરજન પણ તેમાંથી જ એક છે. બજારમાં સફરજન પણ મોંઘા મળે છે, તેથી લોકો તેને ખરીદે છે અને બગાડવાથી રોકવા માટે તેને ફ્રીજમાં સ્ટોર કરે છે. આમ કરવાથી ભલે લાંબો સમય સફરજન બગડતું નથી, પરંતુ તેનો સ્વાદ અને પોષકતત્વો બંને ઘટવા લાગે છે અને ઘણી વખત તેના સ્વાદમાં પણ ફેરફાર જોવા મળે છે.
તરબૂચ..જેને અંગ્રેજીમાં Watermelon કહેવામાં આવે છે. ગરમી અને ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ તરબૂચ ખાવાની તીવ્ર ઈચ્છા થવાની શરૂ થઈ જાય છે. તેમજ ગરમીમાં તરબૂચ ખાવાના ઘણા ફાયદા પણ મળે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળે છે, જેને ઉનાળાનો શ્રેષ્ઠ ખોરાક કહેવામાં આવે છે. જો તમે તેને ધોઈને આ રીતે ખાશો તો તે વધુ સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ ઘણા ઘરોમાં લોકો તેને કાપીને ફ્રીજમાં રાખે છે, જેનાથી તેના એન્ટીઓક્સીડેન્ટ ઓછા થઈ જાય છે. તેમજ જો તમે ખાવાના અડધા કલાક પહેલા તેને ફ્રીજમાં રાખશો અને પછી ખાશો તો વાંધો નહીં આવે.
Advertisement
જો તમે લીચીને ફ્રીજમાં રાખતા હોવ તો, આપને જણાવી દઈએ કે લીચીને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી લીચી અંદરથી ઓગળવા લાગે છે. અને તેનો સ્વાદ પણ ખરાબ થવા લાગે છે. તેથી લીચીને લાંબો સમય સુધી રાખવી ન જોઈએ. ખાવી હોય તેટલી તાજી લાવીને જ ખાવી..
Advertisement


