રિલ્સના ચક્કરમાં Ahmedabad ની Fatehwadi કેનાલમાં ડૂબ્યા 3 યુવાનો
Ahmedabad: અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે સ્કોર્પિયો કાર સાથે રિલ બનાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમા ત્રણેય યુવકે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબક્યાં હતા. સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના CCTV પણ અત્યારે...
01:58 PM Mar 06, 2025 IST
|
VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે સ્કોર્પિયો કાર સાથે રિલ બનાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમા ત્રણેય યુવકે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબક્યાં હતા. સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના CCTV પણ અત્યારે સામે આવ્યાં છે. 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રિલ્સ બનાવવા આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ત્રણ યુવકો સ્કોર્પિયો કાર રિલ્સ બનાવવા માટે 3500 રૂપિયામાં ભાડેથી લાવ્યા હતાં. જો કે, એમને ક્યાં ખબર હતી કે, આજે તેમનો છેલ્લો દિવસ હશે?
Next Article