ભરૂચના મુક્તિનગરમાં 30 લાખની મતાની ચોરી
ભરૂચ (Bharuch) જીલ્લામાં દિવાળી વેકેશન તસ્કરો માટે કમાણીનું સાધન બની જતું હોય છે, તેવા સમાચાર (News) બહાર આવી રહ્યા છે. ભરુચના બંધ મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના,રોકડા તેમજ યુએસ ડોલર સહિત 30 લાખની મતાની ચોરી કરતાં પોલીસ (Police) તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પરિવાર બહારગામ જતાં ચોરીભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર કોઠારી પોતાના પરિવાર સાથે બહાર ગ
09:57 AM Nov 07, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ (Bharuch) જીલ્લામાં દિવાળી વેકેશન તસ્કરો માટે કમાણીનું સાધન બની જતું હોય છે, તેવા સમાચાર (News) બહાર આવી રહ્યા છે. ભરુચના બંધ મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના,રોકડા તેમજ યુએસ ડોલર સહિત 30 લાખની મતાની ચોરી કરતાં પોલીસ (Police) તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
પરિવાર બહારગામ જતાં ચોરી
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર કોઠારી પોતાના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા અને ઘરે પરત આવીને જોતાં મકાનના ગાર્ડનનો દરવાજો તૂટેલો અને રસોડું ખુલ્લું હતું, જેથી તેઓ મકાનમાં જતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તિજોરી પણ તૂટેલી હતી અને તિજોરીમાંથી દાગીના ચાંદીની થાળી, ચાંદીના સિક્કા, ચાંદીની મૂર્તિ, ચાંદીના બે ગ્લાસ તેમજ મકાનના ઉપરના માળે પ્રથમ બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાનો સેટ પાટલા, સોનાની બંગડી, સોનાનો સેટ ડાયમંડ વાળો સોનાનું બ્રેસલેટ ડાયમંડ વાળું ,સોનાની બુટ્ટી, સોનાની વીંટી પ્લેટિનિયમ, સોનાના સેટ ,સોનાનું ડાયમંડ વાળું પેન્ડલ ચેન, સોનાનો અછોડો,સોનાના દાગીના, ચાંદીના છડા, સિક્કા,મૂર્તિ તથા રોકડા રૂપિયા ૭ લાખ અને યુએસ એ ડોલર ૨ હજાર મળી ૩૦,૨૮,૦૦૦ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઇ હતી.
પોલીસ તપાસ શરુ
ચોરીની ફરીયાદ નોંધાયા બાદ પોલીસે સોસાયટી વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પણ કોઇ પગેરું મળ્યું ન હતું.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article