વૈરાગી વાડમાં બાઈક પર આવેલા ૪ લોકોએ એક પર કર્યો હુમલો, હત્યાનાનો ગુનો દાખલ
ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ (Vairagi Wad) વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાયકલ ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી રાખી એકે યુવકને પેટના ભાગે તીક્ષણ હથિયાર વડે ઘા જીકી દેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઇજાગ્રસ્ત ને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ગંભીર ઈજાના કારણે પોલીસે હુમલાખોર ૪ લોકો સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી
Advertisement
ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ (Vairagi Wad) વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાયકલ ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી રાખી એકે યુવકને પેટના ભાગે તીક્ષણ હથિયાર વડે ઘા જીકી દેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઇજાગ્રસ્ત ને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ગંભીર ઈજાના કારણે પોલીસે હુમલાખોર ૪ લોકો સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી ગુનો (Atrocity Crime) દાખલ કર્યો છે
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી કિશોરભાઈ મણીલાલ વસાવા પોતાના ઘરે હતા તે દરમિયાન કોઠી રોડ ઉપર રહેતા આરોપીએ કહેલું કેમ છો તેમ કહેતા જ ફરિયાદીએ તેઓને તમાચો માર્યો હોય અને ત્યારબાદ આરોપી સ્થળ ઉપરથી નીકળી ગયા બાદ બે મોટર સાયકલ ઉપર ૪ લોકો આવ્યા હતા જેમાં અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ અને અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા ઈસમોએ કહ્યું તને સાક્ષી થવાનો બહુ શોખ છે તેમ કહી ફરિયાદીની ટી શર્ટ પકડી ૩ લોકોએ ફરિયાદીને પકડી રાખી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખે પોતાની પાસે રહેલું તીક્ષણ હથિયાર વડે પેટના ભાગે ઘા જીંકી દેતા ઇજાગ્રસ્ત સ્થળ ઉપર ઢળી પડ્યો હતો
ઘવાયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
અને તેની સાથે રહેલા અન્ય લોકોએ પણ ઇજાગ્રસ્તને ઢીકા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પેટના ભાગે મોટો ચીરો હોવાના કારણે અંદર સુધી ઘા હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી અને ૨૮ જેટલા સ્ટીચ લેવાની ફરજ પડી હતી અને ત્યારબાદ તેનું સીટી સ્કેન કરવામાં આવતા અંદર સુધી તીક્ષણ હથિયારનો ઘા જીકાયો હોય જેના કારણે ઓપરેશન કરવાની ફરજ પડે તેવું હોવાના કારણે તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તની પૂછપરછ કરવા સાથે ઇજાગ્રસ્ત ઉપર હુમલો કેમ કરાયો છે તે અંગેની તપાસ કરવામાં આવતા ઇજાગ્રસ્તે આથી ૧૫ દિવસ પહેલા ભરૂચના ઢાલ નજીક વિસ્તારના અશોક સોલંકી ને આરીફ નામના વ્યક્તિએ જૂની એટ્રોસિટીની ફરિયાદ બાબતે તેની સાથે બોલાચાલી કરતા મારા મારી કરી રહ્યા હતા તે દરમિયાન ઇજાગ્રસ્ત કિશોર વસાવા વચ્ચે પડ્યો હોવાની રાખીને તેમજ સાક્ષી હોવાના કારણે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તેઓએ રટણ કર્યું હતું જેના કારણે પોલીસે ઇજાગ્રસ્ત અને પરિવારની ફરિયાદ લઈ આરોપી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ તથા અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા મળી ચાર લોકો સામે હત્યાના પ્રયાસ એટ્રોસિટી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
આરીફ ઉપર ખોટી એટ્રોસિટી કરી જેલમાં ધકેલી દીધો છે એટલે આજે તને જીવતો નહીં છોડીએ હુમલાખોરોની ધમકી
ભરૂચના ઢાલ નજીક આજથી ૧૫ દિવસ પહેલા એટ્રોસિટીના ગુનામાં સમાધાન કરાવવા બાબતે ફરિયાદી પોતાના દીકરાને સ્કૂલે મુકવા જઈ રહ્યો હતો તે દરમિયાન આરીફ શેખ ના એ ફોન ઉપર ધમકી આપ્યા બાદ રસ્તામાં રોકી તેની સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન કિશોર વસાવા વચ્ચે પડ્યો હોવાની રીસ રાખી આરોપી આરીફ ઉપર વધુ એક એટ્રોસિટીના ગુનામાં જેલમાં ધકેલી દેવાતા તેના અન્ય ચાર સાગરીત હોય ૧૫ દિવસ અગાઉ ઝઘડામાં વચ્ચે પડેલા કિશોર વસાવા ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી કરી છે
મારા ભાઈની હાલત ગંભીર છે ભરૂચમાં હોસ્પિટલે ના કીધું છે સરકાર અને પોલીસ ન્યાય અપાવે : ઇજાગ્રસ્તની બહેનની વેદના
પોતાના ભાઈને લોહી લુહાણ અવસ્થામાં જોઈ બહેન પણ હૈયા ફાટક રુદન સાથે હુમલાખોરો સામે રોષ વ્યક્ત કરી રહી હતી ઘર સુધી પહોંચી મારા ભાઈની હત્યા કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે મારા ભાઈની હાલત હજુ ગંભીર છે સિવિલ હોસ્પિટલે સુરત કે વડોદરા લઈ જવાનું કહ્યું છે પરંતુ અમે પૈસા ટાંકે સક્ષમ નથી એટલે સેવાશ્રમમાં લાવ્યા છે મારો ભાઈ હવે ભગવાનના સહારે છે જીવશે તો ભાઈ નહીંતર હુમલાખોરોના પ્રતાપે હું મારો ભાઈ ગુમાવી દઈશ પણ પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે બસ તેવી આશા છે


