કચ્છ અને ગુજરાતમાં ગીધની 4 પ્રજાતિ
કચ્છ (Kutchh) અને ગુજરાત (Gujarat)માં ગીધની ચાર પ્રજાતિ જોવા મળે છે. જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં જૂજ માત્ર ગીધ બચ્યા છે. જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગીરનારી ગીધ અને રાજ ગીધની વસ્તી ઝડપભેર ઘટી રહી છે.ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતાકચ્છના જાણીતા પક્ષીનિરીક્ષક નવિનભાઈ બાપટએ જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ ૨૦૦૬માં થયેલી ગણતરીમાં સૌàª
Advertisement
કચ્છ (Kutchh) અને ગુજરાત (Gujarat)માં ગીધની ચાર પ્રજાતિ જોવા મળે છે. જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં જૂજ માત્ર ગીધ બચ્યા છે. જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગીરનારી ગીધ અને રાજ ગીધની વસ્તી ઝડપભેર ઘટી રહી છે.
ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા
કચ્છના જાણીતા પક્ષીનિરીક્ષક નવિનભાઈ બાપટએ જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ ૨૦૦૬માં થયેલી ગણતરીમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળ્યા હતા. કચ્છના પોલડિયા ગામમાં સૌથી વધુ ૪૬૬ ગીધ જોવા મળ્યા હતા.
કચ્છમાં ગીધની વસતી ઘટી
કચ્છમાં ગીધની વસતી નોંધપાત્ર રીતે ઘટી છે. ગત મોજણીમાં માંડ ૪૨ થી ૪૮ ગીધ જોવા મળ્યા હતા. અબડાસા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા. જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના છાપરા પર ગીધનો જમાવડો જોવા મળતો હતો
ગીધ સંરક્ષણ માટે પ્રયાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંસક પશુઓના મારણ અને મૃત પશુઓના મૃત્યુ બાદ સફાઈ કામદાર તરીકે ગીધની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહે છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જાફરાબાદના નાગેશ્રી, ખાંભા-તુલસીશ્યામ રેન્જના પીપળવા વીડી, ખાંભાના હનુમાન ગાળા, જુનાગઢના ગીરનાર પર્વત, દેવળિયા પાર્ક, આંબરડી પાર્ક અને સાસણના જંગલોમાં ગીધની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.નામશેષ થઈ રહેલા ગીધના સંરક્ષણ માટે વનવિભાગ સતર્ક બન્યું છે.
બે દિવસ માટે ગીધની ગણતરી થશે
લુપ્ત થવાના આરે ઊભેલા ગીધો જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જેની બે દિવસ દરમિયાન ગણતરી થશે અને તેનો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના વનવિભાગને સુપ્રત કરવામાં આવશે. કચ્છ જિલ્લા માટે ગીધની વસ્તી ગણતરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


