મહેસાણામાં લાઉડ સ્પીકર વગાડવા મામલે બબાલ, 42 વર્ષીય યુવાનનું મોત
મહેસાણા જિલ્લામાં એક મંદિરમાં લાઉડ સ્પીકર પર મોટા અવાજે આરતી વગાડવા મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે એક વ્યક્તિનો જીવ લીધો હતો. ગુજરાતના મંદિરોમાં લાઉડસ્પીકરના અવાજને કારણે હિંસાની આ બીજી ઘટના છે.મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં મંદિરમાં સ્પીકર વગાડવાના મામલે ઉશ્કેરાઈ ગયેલા કેટલાક શખસોએ ઘરમાં ઘૂસી જઈને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી અને ધોકા વડે આડેધડ ફટકારતાં બે ભાઈઓને à
Advertisement
મહેસાણા જિલ્લામાં એક મંદિરમાં લાઉડ સ્પીકર પર મોટા અવાજે આરતી વગાડવા મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે એક વ્યક્તિનો જીવ લીધો હતો. ગુજરાતના મંદિરોમાં લાઉડસ્પીકરના અવાજને કારણે હિંસાની આ બીજી ઘટના છે.
મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં મંદિરમાં સ્પીકર વગાડવાના મામલે ઉશ્કેરાઈ ગયેલા કેટલાક શખસોએ ઘરમાં ઘૂસી જઈને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી અને ધોકા વડે આડેધડ ફટકારતાં બે ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તનોને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલમાં ફરજ પરના તબીબે ૪૨ વર્ષીય યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ અંગે લાંઘણજ પોલીસે ૬ શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
શું હતી ઘટના?
મૃતક જસવંતજી ઠાકોર અને તેના મોટા ભાઈ મોટા ભાઈ અજીત ઠાકોરે તેમના ઘરની નજીક મેલડી માતાના મંદિરે આરતી કરી રહ્યા હતા. આ દરમિયાન લાઉડસ્પીકર પર આરતી ચાલી રહી હતી. ત્યારે સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જયંતિજી ઠાકોર, જવાનજી ઠાકોર અને વિનુજી ઠાકોર આવ્યા હતા અને તમે આટલા મોટા અવાજમાં લાઉડસ્પીકર કેમ વગાડો છો? આ મામલે વિવાદ વધ્યો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતા.
ઘટનાની જાણ થતા લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. વધુ સારવાર માટે અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


