Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુલામ નબી આઝાદના સમર્થનમાં 6 પૂર્વ MLAએ કોંગ્રસ સાથે છેડો ફાડ્યો

સિનિયર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના (Congress Party)પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. આઝાદના રાજીનામામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. હવે આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના અન્ય મોટા નેતાઓ પણ પાર્ટીને રાજીનામું ધરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 6 પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્
ગુલામ નબી આઝાદના સમર્થનમાં 6 પૂર્વ mlaએ કોંગ્રસ સાથે છેડો ફાડ્યો
Advertisement
સિનિયર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના (Congress Party)પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. આઝાદના રાજીનામામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. હવે આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના અન્ય મોટા નેતાઓ પણ પાર્ટીને રાજીનામું ધરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 6 પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ તમામ નેતાઓએ આઝાદનું ખુલીને સમર્થન કર્યું.
જી.એમ. સરૂરી, હાજી અબ્દુલ રાશિદ, મોહમ્મદ અમીન ભટ, ગુલઝાર અહમદ વાની, ચૌધરી મોહમ્મદ અકરમ અને આરએસ ચિબે આજે રાજીનામું આપ્યું છે. આ તમામ લોકો ધારાસભ્યો રહી ચુક્યા છે અને આર.એસ.ચીબ અને જી.એમ. સરૂરી જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) કોંગ્રેસની સરકારના સમયે મંત્રી પણ રહી ચુક્યા છે. સરૂરીએ રાજીનામા પત્રમાં લખ્યું કે, અમે 5 પૂર્વ ધારાસભ્યો ગુલામનબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, જી.એમ. સરૂરી અને હાજી અબ્દુલ રાશિદ જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહ્યાં છે. તે સિવાય અમન ભટ યૂથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહ્યાં છે. ગુલઝાર અહમદ અનંતનાગ જિલ્લાના પાર્ટી અધ્યક્ષ હતા. ચૌધરી મોહમ્મદ અકરમ ST સેલના ચેરમેન હતા.
ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) રાજીનામા બાદ કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશ (Jayram Ramesh) તેમના પર આકરાં શબ્દોમાં પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે, જે વ્યક્તિને કોંગ્રેસના નેતૃત્વમાં સૌથી વધારે સમ્માન આપવામાં આવ્યું, તે વ્યક્તિએ કોંગ્રેસના નેતૃત્વ પર વ્યક્તિગત હુમલો કરી પોતાનું અસલી ચરિત્ર દર્શાવ્યું છે. પહેલાં સંસદમાં મોદીના આંસુ, પછી પદ્મવિભૂષણ, બાદમાં ઘરનું એક્સટેન્શન... આ સંયોગ નથી સહયોગ છે. જ્યારે કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે (Salman Khurshid) કહ્યું કે,રાહુલ ગાંધી અમારા નેતા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે અમારો લોણ-દેણનો સંબંધ નથી. પાર્ટી માટે કંઈક કરવું અમારું કર્તવ્ય છે. આ પરિપક્વતા નથી કે લાંબા સમય સુધી પાર્ટી સાથે જોડાયેલા લોકો આટલી નાની વાતમાં સાથ છોડી દે, એવું નથી કે અમે ક્યાંય નથી જઈ શકતા, પરંતુ અમે નહી જઈશુ અને પાર્ટીની સાથે રહેશું. અમે પાર્ટીની સાથે-સાથે દેશનું ભવિષ્ય જોઈએ છીએ અને આશા છે કે પાર્ટી આગળ વધતી રહેશે.
Tags :
Advertisement

.

×