ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

64 લાખનું દર્દીનું બિલ કર્યુ માફ,ચીખલીની આ હોસ્પિટલે બીજી હોસ્પિટલ માટે બેસાડ્યો દાખલો

આજના સમયમાં ખાનગી હોસ્પિટલમાં(private hospital) સારવાર માટે ગયા એટલે પોતાની તમામ જમીન જાયદાત વેચવી પડે છે તેમ છતાં પણ સારવાર લેવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ એક ખાનગી હોસ્પિટલે સાદકપોર ગામના એક છોકરાને અકસ્માતની સારવારમાં બે મહિના સારવાર લીધા બાદ સારો થતા તેનું ૪ લાખથી વધુનું બિલ માફ  કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ચીખલી તાલુકાના સાદકàª
01:28 PM Oct 18, 2022 IST | Vipul Pandya
આજના સમયમાં ખાનગી હોસ્પિટલમાં(private hospital) સારવાર માટે ગયા એટલે પોતાની તમામ જમીન જાયદાત વેચવી પડે છે તેમ છતાં પણ સારવાર લેવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ એક ખાનગી હોસ્પિટલે સાદકપોર ગામના એક છોકરાને અકસ્માતની સારવારમાં બે મહિના સારવાર લીધા બાદ સારો થતા તેનું ૪ લાખથી વધુનું બિલ માફ  કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ચીખલી તાલુકાના સાદકàª
આજના સમયમાં ખાનગી હોસ્પિટલમાં(private hospital) સારવાર માટે ગયા એટલે પોતાની તમામ જમીન જાયદાત વેચવી પડે છે તેમ છતાં પણ સારવાર લેવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ એક ખાનગી હોસ્પિટલે સાદકપોર ગામના એક છોકરાને અકસ્માતની સારવારમાં બે મહિના સારવાર લીધા બાદ સારો થતા તેનું ૪ લાખથી વધુનું બિલ માફ  કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 
ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચાડીયા ફળિયામાં રહેતા 16 વર્ષીય સાગર ધર્મેશભાઈ પટેલનું બે મહિના અગાઉ ગત 29 ઓગષ્ટ 2022ની સાંજે ચીખલીથી પોતાની મોપેડ બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ચીખલી-ખેરગામ માર્ગ પર કાવેરી નદીના પુલ પાસે પસાર થતી વેળાએ અજાણ્યા વાહન સાથે અથડાતા સાગર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફેફસામાં ગંભીર માર વાગતા સાગરને બે દિવસ બાદ 31 ઓગસ્ટ 2022ની સાંજે ચીખલીના થાલા ગામે આવેલી સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારે 70 ટકા ફેફસા ડેમેજ અને સાથે મલ્ટીપલ ફ્રેક્ચર પણ હતા. 
હોસ્પિટલના ડૉ. વિવેક રાવલ અને તેમની ટીમે સાગરને સારો કરવાની ચેલેન્જ ઉપાડી હતી.દરમિયાન ફેફસા ફાટી જવાને કારણે હવા ભરાઈ જવાથી સાગરને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ અને વેન્ટિલેટર પર પહોંચી ગયો હતો.તો સાગરની સારવાર અને તેને સારો કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ હતો. સાગરનો પરિવાર ખુબજ ગરીબ હોય આ ખર્ચ કરવો મુશ્કેલ હતું જે વાત સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓને થતા તેમણે સવા બે લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાગરને મોતના મુખમાંથી ખેંચી લાવવા માટે સ્પંદન હોસ્પિટલના સ્ટાફને સફળતા તો મળી પરંતુ તેની સારવારનો ખર્ચો મેડિકલ સાથે 6.78 લાખથી વધુ થયો હતો.ત્યારે સાગરના પરિવાર પરિસ્થિતિ જોતાની સ્થિતિ જોઈને હોસ્પિટલના સંચાલક કાઈઝન ગ્રુપ દ્વારા સારવારનો ખર્ચ 4.64 લાખ માફ કરી એક સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
Tags :
ChikhliGujaratFirstHospitalpatient
Next Article