79th Independence Day : મહાત્મા ગાંધીને PM Modi ના નમન
આજે શુક્રવારે દેશભરમાં 79મા સ્વતંત્રતા દિવસ (79th Independence Day) ની ઉજવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હીમાં રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, જેના દ્વારા તેમણે સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતાને યાદ કર્યા.
08:30 AM Aug 15, 2025 IST
|
Hardik Shah
આજે શુક્રવારે દેશભરમાં 79મા સ્વતંત્રતા દિવસ (79th Independence Day) ની ઉજવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હીમાં રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, જેના દ્વારા તેમણે સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતાને યાદ કર્યા. આ વખતની ઉજવણીનું મુખ્ય વિષય 'નવું ભારત' છે, જે સરકારની 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને પ્રતિબિંબિત કરે છે અને રાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવાનું પ્રતીક છે. ત્યારબાદ રાજઘાટથી પ્રસ્થાન કરીને PM મોદી લાલ કિલ્લા પહોંચ્યા, જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધન કર્યું, જે તેમનું સતત 12મું સ્વતંત્રતા દિવસનું સંબોધન હતું અને જેમાં તેમણે રાષ્ટ્રીય વિકાસ અને એકતાના વિષયો પર ભાર મૂક્યો.
Next Article