Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Unjha માં મા ઉમિયાની 8 કિમી લાંબી ભવ્ય નગરયાત્રા

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વૈશાખ સુદ પૂનમના પવિત્ર અવસરે જગત જનની મા ઉમિયાની 1870 વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળી હતી. આશરે 8 કિમી લાંબી આ નગરયાત્રામાં 165 થી વધુ આકર્ષક ઝાંખીઓ જોડાઈ હતી, જેને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
Advertisement
  • Unjha માં મા ઉમિયાની 8 કિમી લાંબી ભવ્ય નગરયાત્રા
  • 165થી વધુ આકર્ષક ઝાંખીઓ સાથે ઉમટ્યું માનવ મહેરામણ
  • પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નગરયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહ્યા
  • જગત જનની મા ઉમિયા આજે નગરજનોને આપશે દર્શન
  • વૈશાખ સુદ પૂનમે પરંપરાગત રીતે નીકળી ભવ્ય સવારી

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વૈશાખ સુદ પૂનમના પવિત્ર અવસરે જગત જનની મા ઉમિયાની 1870 વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળી હતી. આશરે 8 કિમી લાંબી આ નગરયાત્રામાં 165 થી વધુ આકર્ષક ઝાંખીઓ જોડાઈ હતી, જેને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સામાન્ય રીતે ભક્તો માતાજીના દર્શને મંદિરે જતા હોય છે, પરંતુ આજના વિશેષ દિવસે સ્વયં માતાજી નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા. આ ધાર્મિક ઉત્સવમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે માં ઉમિયા આ પાવન ભૂમિ પર સદીઓથી બિરાજમાન છે. આ પ્રસંગે ઊંઝા સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા. સમગ્ર નગરયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×