Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે

કોંગ્રેસ દ્વારા એક તરફ ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે જ કોંગ્રેસને ગોવામાં મોટો ફટકો લાગ્યો છે. ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે તેવો દાવો ભાજપ દ્વારા કરાયો છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડા
ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે
Advertisement
કોંગ્રેસ દ્વારા એક તરફ ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે જ કોંગ્રેસને ગોવામાં મોટો ફટકો લાગ્યો છે. ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે તેવો દાવો ભાજપ દ્વારા કરાયો છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.
કોંગ્રેસના ધારાસભ્યો દિગંબર કામત, માઈકલ લોબો, ડેલીલા લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિસ આજે ભાજપમાં જોડાશે તેવા સમાચાર મળી રહ્યા છે. આ ધારાસભ્યો ગોવાના સીએમ પ્રમોદ સાવંતને પણ મળ્યા છે.
એક તરફ  કોંગ્રેસ દ્વારા  દેશભરમાં ભારત જોડો યાત્રા કાઢી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ દેશભરમાં 3570 કિમીની 150 દિવસની યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે ત્યારે જ ગોવા કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યું છે. 
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએ 25 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ 11 બેઠકો જીતી હતી. જો કે હવે ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો બળવો કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી હતી.  જો કે, કોંગ્રેસે યોગ્ય સમયે સક્રિયતા બતાવીને આ બળવો અટકાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×