ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

8 પ્રજ્ઞાચક્ષુએ રેમ્પ વોક કર્યું, 13થી પણ વધુ સિક્વન્સમાં મોડેલને પણ શરમાવે તેવો જુસ્સો દેખાડ્યો

કહેવાય છે ને જેના મન મજબૂત અને મક્કમ હોય તો આખી કાયનત પણ તમારો સાથ દેવા મજબુર થઈ જાય છે અને આપવામાં લાગી જાય છે.આ માત્ર કહેવા માત્ર કહેવત નથી.પણ આ હકિકત છે. રાજકોટ માં આજે અમે આપને એક એવા ફેશન શો વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે તમે ભાગ્યે જ સાંભળ્યો હશે અને જોયો હસે.રાજકોટમાં IFD દ્વારા યોજાયેલા ફેશન શોતમે ફેશન શો તો ઘણા બધા જોયા હશે.પણ રાજકોટમાં યોજાયેલો આ ફેશન શો બધા ફેશન શોથી અલગ છે.ક
04:25 PM Dec 19, 2022 IST | Vipul Pandya
કહેવાય છે ને જેના મન મજબૂત અને મક્કમ હોય તો આખી કાયનત પણ તમારો સાથ દેવા મજબુર થઈ જાય છે અને આપવામાં લાગી જાય છે.આ માત્ર કહેવા માત્ર કહેવત નથી.પણ આ હકિકત છે. રાજકોટ માં આજે અમે આપને એક એવા ફેશન શો વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે તમે ભાગ્યે જ સાંભળ્યો હશે અને જોયો હસે.રાજકોટમાં IFD દ્વારા યોજાયેલા ફેશન શોતમે ફેશન શો તો ઘણા બધા જોયા હશે.પણ રાજકોટમાં યોજાયેલો આ ફેશન શો બધા ફેશન શોથી અલગ છે.ક
કહેવાય છે ને જેના મન મજબૂત અને મક્કમ હોય તો આખી કાયનત પણ તમારો સાથ દેવા મજબુર થઈ જાય છે અને આપવામાં લાગી જાય છે.આ માત્ર કહેવા માત્ર કહેવત નથી.પણ આ હકિકત છે. રાજકોટ માં આજે અમે આપને એક એવા ફેશન શો વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે તમે ભાગ્યે જ સાંભળ્યો હશે અને જોયો હસે.
રાજકોટમાં IFD દ્વારા યોજાયેલા ફેશન શો
તમે ફેશન શો તો ઘણા બધા જોયા હશે.પણ રાજકોટમાં યોજાયેલો આ ફેશન શો બધા ફેશન શોથી અલગ છે.કારણ કે અહિંયા કોઈ એક્ટ્રેસ કે પછી કોઈ મોડલે રેમ્પ વોક કર્યું ન હતું. પણ રાજકોટમાં IFD દ્વારા યોજાયેલા ફેશન શોમાં નેત્રહિન દિકરીઓએ રેમ્પ વોક કરીને બધાના દિલ જીતી લીધા હતા.8 નેત્રહિન દિકરીઓ 18 ડિસેમ્બરે યોજાયેલા લેકમે ફેશન શોમાં ભાગ લીધો હતો.આ 8 નેત્રહિન દિકરીઓ ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરલા ડ્રેસ પહેરીને રેમ્પ પર ધુમ મચાવી હતી.
અમને આટલું મોટુ સ્ટેજ મળશે:દિકરી
આ ફેશન શોમાં ભાગ લેનાર અને રેમ્પ વોક કરનાર દિકરીએ જણાવ્યું હતું કે અમને ખબર ન હતી કે અમને આટલું મોટુ સ્ટેજ મળશે.અમને જે IFD દ્વારા જે સ્ટેજ મળ્યું છે તેનો અમે દિલથી આભાર માનીએ છીએ. કારણ કે અમને જોવા માટે જે લોકો આવ્યા હતા. એ સંખ્યા અમે એટલી ધારી ન હતી. લોકોએ અમને ખુબ જ સારી રીતે અને દિલથી નિહાળ્યા હતા. અમે છેલ્લા 15-20 દિવસથી પ્રેક્ટીશ કરતા હતા. શરૂઆતમાં થોડુ ટફ હતું કારણ કે બ્લાઈન્ડ હોવાના કારણે ઘણી બધી વસ્તુઓ અમારાથી થતી ન હતી.ક્યારે સ્માઈલ કરવી, ક્યારે લેગ મુવમેન્ટ કરવી, ક્યારે હેન્ડ મુવમેન્ટ કરવી.કેવી રીતે પોઝ આપવા.વગેરે વગેરે.પણ આ લોકોના સપોર્ટથી અમે આજે અહિંયા પહોંચ્યા અને સારી રીતે પ્રદર્શન પણ કર્યું હતું.
કોન્ફીડન્ટ સાથે રેમ્પ વોક કર્યું હતું
IFZEના બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે અમે આ શો માં ભાગ લેનાર દરેક દિકરીઓને  15 દિવસ સુધી પ્રક્ટીશ કરાવી છે. તેઓને ચાલતા, એટીટ્યુડ કેવી રીતે દેખાડવો, સ્માઈલ કેમ કરવી.ઉભુ કેમ રહેવું વગેરે અમે તેઓને શીખવ્યું હતું.આ લોકોએ ખુબ જ કોન્ફીડન્ટ સાથે રેમ્પ વોક કર્યું હતું.અમે વિચાર્યું કે આપણે કંઈક ડિફરન્ટ કરીએ.જેથી અમે વિચાર્યુ કે આપણે એ લોકોને પ્લેટફોર્મ આપીએ જેને રેમ્પ વોક માટેનું પ્લેટફોર્મ ન મળતું હોય.જેથી અમે આ સંસ્થાને અપ્રોચ કરી.આ લોકોએ અમને ખુબ જ સપોર્ટ કર્યો.


છેલ્લા 6 વર્ષમાં આવો કોઈ શો થયો નથી: IFZEના સભ્ય
આ છોકરીઓ પણ એટલી બધી હોશિયાર હતી. 2 દિવસ થોડુ અઘરૂ લાગ્યું કારણ કે ફેશન શો આ લોકો માટે કંઈક અલગ જ હતું.પણ પછી આ લોકો ખુબ જ સારી રીતે વોક કરવા લાગ્યા.અમે એ લોકોને એન્કલ લેન્થ અને ફ્લેરી ડ્રેસ આપ્યા છે.જેથી તેઓ કમ્ફર્ટેબલી વોક કરી શકે.અને કોન્ફીડેન્ટલી વોક કરી શકે.રાજકોટવાસીઓનો ખુબ ખુબ આભાર.અમે લોકોએ ઈન્ક્વાયરી કરી પણ છેલ્લા 6 વર્ષમાં આવો કોઈ શો થયો નથી. IFZEના સભ્યએ જણાવ્યુ હતું કે રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા કપડા આ દિકરીઓને પહેરાવવામાં આવ્યા હતા. કોવિડ પછી આ કાર્યક્રમ થયો છે. અહિંયા ખાસ બ્લાઈન્ડ માટે આ ફેશન શો રાખવામાં આવ્યો હતો.
આપણ  વાંચો-લોહી ચૂસનારાં વ્યાજ ખોરો સામે સીપી એ કરી લાલ આંખ,આપ પાર્ટી ની મહિલા પ્રમુખ નો વ્યાજખોર પતિ ફરાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FashionshowGujaratFirstPrajnachakshuRAJKOTRampwalksequence
Next Article