ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાવનગરની એમ.કે.યુનિ.ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ-મહાત્માગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.યુનિવર્સીટીમાં 14297 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતન
09:45 AM Mar 26, 2022 IST | Vipul Pandya
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ-મહાત્માગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.યુનિવર્સીટીમાં 14297 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતન

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ-મહાત્માગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.યુનિવર્સીટીમાં 14297 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતના કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના 39 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 40 વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી હતી.


ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ-મહાત્માગાંધી કેમ્પસ ખાતે આજે યુનિવર્સીટી દ્વારા આઠમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજવી પરિવારના યુવરાજ , મેયર, સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા 'પદવીદાન સમારોહનો પ્રારંભ યુનિવર્સીટી ગાન ,દીપપ્રાગટ્ય તેમજ મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેઓ યુવાઓના દેશ એવા ભારતનું ભવિષ્ય છે ત્યારે કમાણીની સાથે સાથે સૌપ્રથમ તેમના જીવન ઘડતરમાં મહત્વનો રોલ અદા કરનાર તેમના માતાપિતાની ખાસ કાળજી રાખે તેમજ સમાજ અને રાષ્ટ્ર ભાવના પોતાનામાં ઉજાગર કરી સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપે. સાથે આજના સમયમાં હવે પ્રાકૃતિક ખેતીનું મહત્વ જરૂરી બન્યું છે ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે  અને લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે જેથી અનેક બીમારીઓથી બચી શકાય. જયારે જીતુ વાઘાણીએ આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતીને અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
 ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના 14297 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં પદવી એનાયત કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા 39 વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક તેમજ 40 વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી)ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ દીક્ષાંત સમારોહમાં આર્ટસ ફેકલ્ટીના 4572, એજ્યુકેશન ફેકલ્ટીના 350, સાયન્સ ફેકલ્ટીના  2655, લો ફેકલ્ટીના 94 ,મેડીકલ ફેકલ્ટીના 437, કોમર્સ ફેકલ્ટીના 3422, રૂલર ના 1881, મેનેજમેન્ટ 327, હોમિયોપેથી ફેકલ્ટીના 195, ડેન્ટલ ફેકલ્ટીના 162, નર્સિંગ ના 201, એન્જીનીયરીંગ ફેકલ્ટીના 2 મળી કુલ  14297 વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
Tags :
ConvocationGujaratFirstm.k.univercity
Next Article