મમ્મી-પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે કર્યું એવું ઈનોવેશન કે તમે પણ કહેશો 'વાહ'
સામાન્ય રીતે આજ કાલના બાળકો મોબાઈલ અને ખાસ કરીને તેમાં આવતી ગેમ્સમાં જ ખુબ રચ્યાપચ્યા રહેતા હોય છે અને તેના કારણે અવારનવાર માતા-પિતા તેમના બાળકોને મોબાઈલ અંગે ટોકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ બને છે કે બાળક માતા-પિતાના ટોકવાથી અજુગતું પગલું પણ ભરી નાખે છે પરંતુ પાલનપુરના 7માં ધોરણના વિદ્યાર્થીએ માતા-પિતાની ટકોર બાદ એવી અનોખી ક્વિઝ ગેમ (Quiz Game) બનાવી કે જેનાથી હવે તે રમવાની સાથે-સાથે àª
12:28 PM Jan 21, 2023 IST
|
Vipul Pandya
સામાન્ય રીતે આજ કાલના બાળકો મોબાઈલ અને ખાસ કરીને તેમાં આવતી ગેમ્સમાં જ ખુબ રચ્યાપચ્યા રહેતા હોય છે અને તેના કારણે અવારનવાર માતા-પિતા તેમના બાળકોને મોબાઈલ અંગે ટોકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ બને છે કે બાળક માતા-પિતાના ટોકવાથી અજુગતું પગલું પણ ભરી નાખે છે પરંતુ પાલનપુરના 7માં ધોરણના વિદ્યાર્થીએ માતા-પિતાની ટકોર બાદ એવી અનોખી ક્વિઝ ગેમ (Quiz Game) બનાવી કે જેનાથી હવે તે રમવાની સાથે-સાથે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ પણ કરી શકે છે.
માતા-પિતાની ટકોર, શિક્ષકની પ્રેરણા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિધાર્થી યશ પટેલને (Yash Patel) તેમાં મમ્મી-પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા વિધાર્થી પોતાનો પ્રોબ્લેમ લઇ વિદ્યામંદિર સ્કૂલના ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનીકલ એક્સપર્ટ હિતેનભાઈએ વિધાર્થીને મોબાઇલમાં અન્ય નુકશાનકારક ગેમ રમવાને બદલે જાતે એવી ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો કે જે ગેમમાં રમવાની સાથે-સાથે ભણી પણ શકાય.
વિદ્યાર્થીનો આઈડિયા, 1 મહિનાની મહેનત બાદ ગેમ બનાવી
યશે પોતાના મગજમાં આવેલ આઈડિયા ટેક્નિકલ એક્સપટને કહેતા ગેમમાં રમતા-રમતા આગળ વધીએ અથવા ખજાનો લેવા જઈએ તો ત્યાં ગણિત અને વિજ્ઞાનના સવાલો પૂછવામાં આવે જેના સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ જેથી એક્સપર્ટ વિદ્યાર્થી યસને ગેમ બનાવતા શીખવાડ્યું. બાદમાં યસે માત્ર એક મહિનાની મહેનતમાં જેવી ગેમ બનાવી છે જે ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ.આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત,વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.
છોટા પેકેટ બડા ધમાકા
ઉલ્લેખનીય છે કે વિદ્યામંદિર ધો 7 માં અભ્યાસ કરતા યસે અગાઉ પણ મેક્સ ટોલ મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળા મિત્રોની મદદથી ડ્રાઇવર એલર્ટ સિસ્ટમ જેમાં વાહન ચાલાક ચશ્માં પહેરીને વાહન હંકારે તો તેને ઊંઘ અથવા જોકું આવે તો તે ચશ્માં એલર્ટ કરીદે છે અને હવે તેના મમ્મી પપ્પા એ મોબાઈલમાં ગેમ રમવાનું ના કહેતા જાતે કવીઝ ગેમ બનાવી છે જે ગેમ રમતાં આનંદ પણ આવે છે અને અભ્યાસ પણ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article