ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝટકો, T20 વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા
ICC T20 વર્લ્ડ કપને હવે દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 36 વર્ષીય કિવી ખેલાડીએ ફિટનેસ અને વધતી ઉંમરને ટાંકીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી ચૂકેલા ગ્રાન્ડહોમે બુધવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને તેના નિર્ણય
Advertisement
ICC T20 વર્લ્ડ કપને હવે દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 36 વર્ષીય કિવી ખેલાડીએ ફિટનેસ અને વધતી ઉંમરને ટાંકીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી ચૂકેલા ગ્રાન્ડહોમે બુધવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને તેના નિર્ણયની જાણકારી આપી હતી.
ન્યૂઝલેન્ડ માટે રમવું ગર્વની વાત
ગ્રાન્ડહોમને તાજેતરમાં કેન્દ્રીય કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ગ્રાન્ડહોમ છેલ્લે જૂન 2022માં કિવી માટે રમ્યો હતો. તે તાજેતરના દિવસોમાં વારંવાર ઇજાઓથી પરેશાન થઇ રહ્યો હતો. ઝિમ્બાબ્વેમાં જન્મેલા કિવીએ કહ્યું કે, તેના નિર્ણયમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. ઇજાઓ એક સમસ્યા હતી અને ઉંમર પણ વધી રહી હતી. ગ્રાન્ડહોમે તેના નિવેદનમાં કહ્યું, "હું સ્વીકારું છું કે હું હવે યુવાન નથી અને ઇજાઓ સાથે તાલીમ મેળવવી મુશ્કેલ બની રહી છે." તેણે ઉમેર્યું કે, "મારો પણ એક પરિવાર છે અને હું તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ક્રિકેટ બાદ મારું ભવિષ્ય કેવું દેખાશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે, "હું ઘણો ભાગ્યશાળી છું કે 2012 માં ડેબ્યૂ કર્યા પછી બ્લેકકેપ્સ માટે રમવા માટે રમવાની તક મળી અને મને મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર ગર્વ છે - પરંતુ મને લાગે છે કે હવે સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે."
ગ્રાન્ડહોમ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે
ભલે ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ તે ન્યૂઝીલેન્ડમાં સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે. આ માટે, તેઓ ટૂંક સમયમાં નોર્થન ડિસ્ટ્રીક્ટ સાથે વાત કરશે કે જ્યારે તેઓ ઉપલબ્ધ થશે ત્યારે તેમને તક આપવામાં આવે. ગ્રાન્ડહોમે કહ્યું, "મેં મારા સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને વિરોધીઓ સાથે કાયમી મિત્રતા બનાવી છે, અને હું તે મારા બાકી જીવનમાં યાદ કરતો રહીશ."
ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડહોમે ટેસ્ટ ક્રિકેટમાં 29 મેચો રમી છે, જેમા 38.70 ની પ્રભાવશાળી એવરેજથી 1432 રન બનાવ્યા છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની સદી અને બોલિંગમાં 32.95ની 49 વિકેટ સામેલ છે - જેમાં પાકિસ્તાન સામે ડેબ્યૂમાં 41 રનમાં છ વિકેટનો સમાવેશ થાય છે. તે આધુનિક સમયનો સર્વશ્રેષ્ઠ કિવી ટેસ્ટ ઓલરાઉન્ડર હતો. તેણે ODIમાં 45 મેચો રમી, જેમા 106.15ના સ્ટ્રાઈક રેટથી 742 રન બનાવ્યા અને બોલ સાથે 41.00ની એવરેજથી 30 વિકેટ લીધી. ઉપરાંત ગ્રાન્ડહોમે 41 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 505 રન અને 12 વિકેટ લીધી હતી.
Advertisement


