ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકામાં પ્લેન સાથે પક્ષી અથડાતાં એન્જિનમાં લાગી આગ, સોશિયલ મીડિયામાં Video વાયરલ

અમેરિકામાં પ્લેન પક્ષી સાથે અથડાયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેન અમેરિકન એરલાઈન્સનું હતું અને આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ફ્લાઈટનું ઓહાયો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અત્યાર સુધીની તપાસ અનુસાર...
11:48 AM Apr 24, 2023 IST | Hardik Shah
અમેરિકામાં પ્લેન પક્ષી સાથે અથડાયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેન અમેરિકન એરલાઈન્સનું હતું અને આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ફ્લાઈટનું ઓહાયો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અત્યાર સુધીની તપાસ અનુસાર...

અમેરિકામાં પ્લેન પક્ષી સાથે અથડાયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેન અમેરિકન એરલાઈન્સનું હતું અને આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ફ્લાઈટનું ઓહાયો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

અત્યાર સુધીની તપાસ અનુસાર પક્ષી સાથે અથડાયા બાદ વિમાનના એન્જિનમાં આગ લાગી હતી અને આ ઘટના 23 એપ્રિલની સવારે બની હતી, જ્યારે હવે તેનો વીડિયો સામે આવ્યો છે. ન્યૂઝને આપેલા નિવેદનમાં મીડિયા રિપોર્ટના આધારે "આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી..

 

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/flight-fire.mp4

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું - ખૂબ જ જોરદાર અવાજ હતો

એક મુસાફરે જણાવ્યું કે, ફ્લાઇટના ટેક-ઓફની થોડીવાર બાદ પ્લેનમાં ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો. એવું લાગ્યું કે જાણે એન્જિન કામ કરવાનું બંધ કરી દીધું હતું. અમે સમજી શક્યા નહીં કે શું થયું. ત્યારપછી પાયલટે એક જાહેરાત કરી અને અકસ્માતની જાણકારી આપી. તેણે કહ્યું કે પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. તે જ સમયે, અકસ્માતનો વીડિયો શેર કરનાર એક યુઝરે લખ્યું- મેં અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ જોઈ, તેમાં આગ લાગી હતી. આ ઉડતી ફ્લાઈટમાંથી ખૂબ જ જોરદાર અવાજ પણ આવી રહ્યો હતો.

આ પણ વાંચો : તોડકાંડમાં યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાશે, AAP પાર્ટી આવેદનપત્ર આપશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
American Airlinesflight fireOhio airportUS
Next Article