ઉદ્ધવ ઠાકરેને ઝટકો, રામદાસ કદમનું શિવસેનામાંથી રાજીનામું
પાર્ટીના વધુ એક નેતાએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના નેતા રામદાસ કદમે શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઉદ્ધવ àª
09:24 AM Jul 18, 2022 IST
|
Vipul Pandya
પાર્ટીના વધુ એક નેતાએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના નેતા રામદાસ કદમે શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટા પાયે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. તેમણે મુંબઈ, પાલઘર, યવતમાલ, અમરાવતી સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં 100 થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ દરમિયાન ડેપ્યુટી ડિપાર્ટમેન્ટ હેડ અને બ્રાન્ચ હેડની જગ્યાઓ પર મોટી સંખ્યામાં નવા ચહેરા લાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં નવી નિમણૂંકોની જાહેરાત કરી છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 14 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. આ અરજીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી ગેરલાયકાતની કાર્યવાહીને પડકારવામાં આવી છે.
ચીફ જસ્ટિસ એન વેંકટ રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ બુધવાર, 20 જુલાઈના રોજ અરજીઓ પર સુનાવણી કરશે. બેંચમાં જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલી પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટ તે દિવસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયેલા વ્હીપને માન્યતા આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
Next Article