Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેરળમાં RSS કાર્યલય પર ફેંકવામાં આવ્યો બોમ્બ, લોકો હચમચી ઉઠ્યા

કેરળના કન્નુર જિલ્લામાંથી આજે એટલે કે મંગળવારે સવારે એક મોટી ઘટના સામે આવી છે. અહીં પય્યાન્નુરમાં RSS કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. પય્યાન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી. ઘટનામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.  ઘટના સમયે મોટાભાગના લોકો તેમના ઘરોમાં સૂતા હતા. પરંતુ જોરદાર અવાજમાં વિસ્ફોટ થતàª
કેરળમાં rss કાર્યલય પર ફેંકવામાં આવ્યો બોમ્બ  લોકો હચમચી ઉઠ્યા
Advertisement
કેરળના કન્નુર જિલ્લામાંથી આજે એટલે કે મંગળવારે સવારે એક મોટી ઘટના સામે આવી છે. અહીં પય્યાન્નુરમાં RSS કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. પય્યાન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી. ઘટનામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. 

ઘટના સમયે મોટાભાગના લોકો તેમના ઘરોમાં સૂતા હતા. પરંતુ જોરદાર અવાજમાં વિસ્ફોટ થતાં જ લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? હાલમાં આ અંગે કોઈ માહિતી નથી. જોકે, સારી વાત એ છે કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આશ્ચર્યની વાત એ છે કે, આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ સ્ટેશન નજીકમાં છે. બીજેપી નેતા ટોમ વડક્કને એક અંગ્રેજી ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, આવા હુમલા રોકવામાં નિષ્ફળ રહેવા માટે સ્થાનિક પ્રશાસન જવાબદાર છે. "તે ખૂબ જ ચોંકાવનારું અને આઘાતજનક છે. કાયદો અને વ્યવસ્થા એટલી બધી પડી ભાંગી છે કે હવે સામાજિક સંસ્થાઓના કાર્યાલયો પર બોમ્બ ફેંકવામાં આવશે. નાગરિક સમાજમાં આ બિલકુલ સહન કરવામાં આવશે નહીં." તેમના કહેવા પ્રમાણે, ભૂતકાળમાં પણ આરએસએસના કાર્યાલયો અને કાર્યકર્તાઓ પર આવા હુમલા થયા છે. આવી કાયદા અને વ્યવસ્થા પર વહેલી તકે કાર્યવાહી કરવાની જરૂર છે. આ માટે પોલીસ અને વહીવટીતંત્ર જવાબદાર છે.
Advertisement
Tags :
Advertisement

.

×