ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિસોર્ટમાં ચાલતું હતું વેશ્યાલય, પોલીસના દરોડામાં 6 બાળકો ઝડપાયા, 73ની ધરપકડ

મેઘાલયના પશ્ચિમ ગારો હિલ જિલ્લામાં પોલીસે ભાજપના નેતાના રિસોર્ટ પર દરોડો પાડતા વેશ્યાલયનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ રિસોર્ટમાં અનૈતિક કૃત્યો આચરવામાં આવતા હતા. પોલીસની ટીમે આ દરોડામાં 6 બાળકો રિકવર કર્યા અને 73 લોકોની ધરપકડ કરી. સાથે જ આરોપી ભાજપનો પ્રદેશ ઉપાધ્યક્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે ફરાર છે, તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રા
06:09 PM Jul 23, 2022 IST | Vipul Pandya
મેઘાલયના પશ્ચિમ ગારો હિલ જિલ્લામાં પોલીસે ભાજપના નેતાના રિસોર્ટ પર દરોડો પાડતા વેશ્યાલયનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ રિસોર્ટમાં અનૈતિક કૃત્યો આચરવામાં આવતા હતા. પોલીસની ટીમે આ દરોડામાં 6 બાળકો રિકવર કર્યા અને 73 લોકોની ધરપકડ કરી. સાથે જ આરોપી ભાજપનો પ્રદેશ ઉપાધ્યક્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે ફરાર છે, તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રા

મેઘાલયના પશ્ચિમ ગારો હિલ જિલ્લામાં પોલીસે
ભાજપના નેતાના રિસોર્ટ પર દરોડો પાડતા વેશ્યાલયનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ
અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ રિસોર્ટમાં અનૈતિક કૃત્યો આચરવામાં આવતા હતા.
પોલીસની ટીમે આ દરોડામાં 6 બાળકો રિકવર કર્યા અને 73 લોકોની ધરપકડ કરી. સાથે જ
આરોપી ભાજપનો પ્રદેશ ઉપાધ્યક્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
, જે ફરાર છે, તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
રાજ્ય ભાજપ એકમ આ મામલે મૌન છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, માહિતીના આધારે પોલીસે મેઘાલયના પશ્ચિમ
ગારો હિલ જિલ્લામાં બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારકની માલિકીના
રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બંધ રૂમમાંથી 6 બાળકો મળી આવ્યા હતા.
બાળકોની હાલત દયનીય દેખાતી હતી. રિકવર થયેલા બાળકોમાં 4 છોકરાઓ અને 2 છોકરીઓનો
સમાવેશ થાય છે. બાળકોની પૂછપરછ અને રિસોર્ટમાં મળેલા પુરાવાના આધારે પોલીસે પુષ્ટિ
કરી કે ત્યાં વેશ્યાલય ચાલતું હતું. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 73 લોકોની
ધરપકડ કરી છે.

400 દારૂની બોટલો, 500 કોન્ડોમ મળી આવ્યા છ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિસોર્ટમાં દરોડા દરમિયાન પોલીસ ટીમને
400 દારૂની બોટલો અને 500 બિનઉપયોગી કોન્ડોમ મળી આવ્યા હતા. 
રિસોર્ટના માલિક બર્નાર્ડ એન. મારક ગારો હિલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના
ચૂંટાયેલા સભ્ય છે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પણ છે. આ કેસમાં પોલીસે
પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની શોધખોળ તેજ કરી છે. બીજી તરફ ભાજપના મેઘાલય
યુનિટે મૌન ધારણ કર્યું છે અને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Tags :
BarnadnmarkerBJPLeaderbrothelGujaratFirstMeghalayaResort
Next Article