ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક તરફી પ્રેમમાં કોલેજીયન યુવતીની ધોળા દિવસે હત્યા

વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના દહાડ વિસ્તારમાં એક યુવતીની ધોળે દિવસે કરપીણ  હત્યાનો (Murder) બનાવ બન્યો છે. કોલેજીયન યુવતી ટ્યુશન જઈ રહી હતી એ વખતે જ રસ્તા વચ્ચે એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ યુવતીને રોકી એક આરોપીએ  યુવતી પર   જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષણ હથિયારો વડે યુવતી પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોતની જ્યુ હતું. બનાવને પગલે સમગ્ર પંથકના ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પોલીસે બે આ
03:31 PM Aug 25, 2022 IST | Vipul Pandya
વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના દહાડ વિસ્તારમાં એક યુવતીની ધોળે દિવસે કરપીણ  હત્યાનો (Murder) બનાવ બન્યો છે. કોલેજીયન યુવતી ટ્યુશન જઈ રહી હતી એ વખતે જ રસ્તા વચ્ચે એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ યુવતીને રોકી એક આરોપીએ  યુવતી પર   જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષણ હથિયારો વડે યુવતી પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોતની જ્યુ હતું. બનાવને પગલે સમગ્ર પંથકના ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પોલીસે બે આ
વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના દહાડ વિસ્તારમાં એક યુવતીની ધોળે દિવસે કરપીણ  હત્યાનો (Murder) બનાવ બન્યો છે. કોલેજીયન યુવતી ટ્યુશન જઈ રહી હતી એ વખતે જ રસ્તા વચ્ચે એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ યુવતીને રોકી એક આરોપીએ  યુવતી પર   જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષણ હથિયારો વડે યુવતી પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોતની જ્યુ હતું. બનાવને પગલે સમગ્ર પંથકના ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ જવામાં સફળ થયો હતો. બનાવમાં એક તરફી પ્રેમમાં આરોપીએ યુવતીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડના ઉમરગામ (Umargam) વિસ્તારના દહાડમાં ધોળે  દિવસે એક  કોલેજીયન યુવતીની હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઉમરગામના () ચિત્રકૂટ વિસ્તારમાં રહેતી હેમા નામની  યુવતી બોરડીમાં કોલેજ કરતી હતી. જે આજે બપોરના સમયે ઘરેથી નીકળી  અને ટ્યુશન બાદ  મિત્રને દહાડમાં   મિત્રને ઘરે મૂકી અને ઘરે પરત ફરી રહી હતી એ વખતે જ અચાનક જ એકાંત વિસ્તારમાં રસ્તા પર એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ યુવતીનું મોપેડ રોકી અને પંકજ નામના યુવકે યુવતી  પર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોતની નીપજ્યુ હતું.
હત્યા  કર્યા બાદ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બનાવની જાણ થતા જ મૃતક યુવતીના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી  સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાવવાની જાણ થતા ઉમરગામ  પોલીસ (Umargam Police) તાત્કાલીક સ્થળ  પર પહોંચી અને મૃતક યુવતીના પોસ્ટરટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અત્યારે પોલીસ કઈ કહેવા તૈયાર નથી પરંતુ પરિવારજનોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી આરોપી મૃતક યુવતીનો પીછો કરી રહ્યો હતો. મુખ્ય આરોપી પંકજ ગુનાહિત માનસિકતા ધરાવતો હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તે અગાઉ કુરિયર કંપનીમાં કામ કરતો હતો. જ્યાં તેના પર ચોરીનો આરોપ લાગ્યો હતો અને ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપી  પંકજ કુમાર યુવતીના પડોશમાં જ રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી એક તરફી પ્રેમમાં તે અવારનવાર યુવતીને પરેશાન પણ કરતો હતો. યુવતીએ પરિવારમાં આ બાબતે જાણ પણ કરી હતી. આથી યુવતીના પરિવારજનોએ આરોપી પંકજને અગાઉ ટકોર પણ કરી હતી. જોકે તેમ છતાં યુવકની હિંમત વધી અને તેણે આજે ધોળા દિવસે આ પરિવારની લાકડકવાયીની  હત્યા કરતા આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે.
Tags :
CrimeGujaratFirstMurderpoliceUmargamVadsad
Next Article