બે વાહનો વચ્ચે એવી થઇ ટક્કર કે લોકોની ચીસો નકીળી ગઇ, 7 લોકોના મોત, અન્ય ઈજાગ્રસ્ત
કર્ણાટકના હુબલીની સીમમાં એક પેસેન્જર બસ અને લોરી એકબીજા સાથે અથડાઈ હતી. આ અથડામણમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પોલીસને આ જાણકારી આપવામાં આવી, જેના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, કર્ણાટકના હુબલી વિસà
Advertisement
કર્ણાટકના હુબલીની સીમમાં એક પેસેન્જર બસ અને લોરી એકબીજા સાથે અથડાઈ હતી. આ અથડામણમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પોલીસને આ જાણકારી આપવામાં આવી, જેના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, કર્ણાટકના હુબલી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક પેસેન્જર બસ ઝડપભેર ચાલતી લારી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી ગયો હતો અને બસ ધડાકાભેર પલટી ખાઇ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર સાત મુસાફરોના મોત નિપજ્યા હતા અને 26 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ હોબાળો મચી ગયો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે FIR નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવર લોરીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે અને એક પછી એક તમામના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી રહી છે.
Advertisement


