દિકરીના ક્રિકેટ પ્રેમ જોઈ પિતાએ ખેતરને સ્ટેડિયમ બનાવ્યું, આજે દિકરીએ નામ રોશન કર્યું
ભરૂચ-ગુરુવાર- ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાય છે.BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ
12:28 PM Feb 23, 2023 IST
|
Vipul Pandya
ભરૂચ-ગુરુવાર- ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાય છે.
BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.
શ્રેષ્ઠ પ્રદર્શન
તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ“સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય કિક્રેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના ઝઘડિયાની મુસ્કાન વસાવાએ શ્રેષ્ડ ગોલંદાજીનું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગમાં તેણીએ ૨૧ રન આપીને ૬ વિકેટ મેળવી હતી.
સિદ્ધી
આ ઉમદા પ્રદર્શનને કારણે ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ ૧૦માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
તવારિખ
- મુસ્કાન વસાવા અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે
- વેસ્ટ ઝોન સિનિયર વુમન T20માં સિલેક્શન
- ઈન્ટર સ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.
પિતાએ ખેતરને ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવ્યું
મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેમના માતૃશ્રીની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના ૨૦ થી પણ વધુ મેન- વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article