Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિકોલમાં ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ

નિકોલ પોલીસે બાતમીના આધારે ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલા લાઈસન્સના આધારે ગેરકાયદે પિસ્તોલની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને  ઝડપી પાડી છે.  કઠવાડા GIDCમાં આવેલી મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીમાં નિકોલ પોલીસે રેડ કરીને  ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખની પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી.. આ ડાઇ બનાવીને વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું હતું.  જેથી પોલીસે કંપનીના માલિક  ક
નિકોલમાં ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ
Advertisement
નિકોલ પોલીસે બાતમીના આધારે ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલા લાઈસન્સના આધારે ગેરકાયદે પિસ્તોલની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને  ઝડપી પાડી છે.  કઠવાડા GIDCમાં આવેલી મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીમાં નિકોલ પોલીસે રેડ કરીને  ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખની પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી.. આ ડાઇ બનાવીને વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું હતું.  જેથી પોલીસે કંપનીના માલિક  કાનવ છાંટબાર, મેનેજર સ્નેહલ હેડુ, અને અશોક પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને 2 વ્યક્તિની ધરપકડ કરી..
કઠવાડા જીઆઇડીસી ખાતે આવેલી મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપની પાસે 3 વર્ષ પહેલાં ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલયનું નવ એમએમ પિસ્તોલના સ્પેરપાર્ટ્સ બનાવવાનું લાઈસન્સ છે અને આ લાઇસન્સના આધારે કંપની નવ એમએમ પિસ્તોલના સ્પેરપાર્ટ્સ બનાવે છે.. કંપનીને હાલમાં તુર્કીએ નવ એમએમ પિસ્તોલના અલગ અલગ સ્પેરપાર્ટ્સ બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. તેના આધારે ઉત્પાદન કરી કાર્ગો મારફતે જે તે દેશને જરૂરી બિલો મળ્યા હતા.. પરંતુ આ કંપનીમાં રાઇફલ અને પિસ્તોલના સ્પેરપાર્ટ અને ડાઈ મળી આવી.. તપાસમાં 2017માં કંપનીએ સરકારની મંજૂરી વગર જર્મનથી મળેલા ઓર્ડરથી ડાઇ બનાવી હતી.. પરંતુ આ ઓર્ડર એરપોર્ટમાં કાર્ગોથી મોકલવા જતા મંજૂરી નહિ હોવાથી પરત ફર્યો હતો.. છેલ્લા 6 વર્ષથી આ મુદ્દામાલ કંપનીમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.. આ ગેરકાનૂની હથિયારના સ્પેરપાર્ટ બનાવવાની ફેકટરી છેલ્લા કેટલાય સમયથી ધમધમતી હતી.. જેથી નિકોલ પોલીસે આરોપીએ અન્ય કોઈ હથિયારના સ્પેરપાર્ટ બનાવ્યા છે કે નહીં અને ફરાર આરોપી અશોક પ્રજાપતિ ની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી.
મહત્વનું છે કે ગેરકાયદે હથિયાર બનાવવાના કેસમાં અનેક હથિયારનો અન્ય જગ્યાએ વેપાર પણ થયો હોવાની આશંકાને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે..અગાઉ પણ યમનથી અમદાવાદ આવેલો શખ્સ AK 47ના પાર્ટ બનાવતો ઝડપાયો હતો.    યમનનો નાગરિક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો.  ત્યારબાદ અમદાવાદની અલગ અલગ GIDCમાં AK 47 અને તેનાથી હાઈ રેન્જની રાઈફલ બનાવવા માટેનું કામ કરતો હતો. તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. આ આરોપીએ અમદાવાદની GIDCમાં આ હથિયારના પાર્ટ બનાવ્યા હતા તેની ડાઈ પણ મળી આવી હતી. જેથી આ કંપનીના માલિકનું આ કેસ સાથે કનેક્શન છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×