ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતના વરાછામાં જમીનમાંથી કાદવનું ઘોડાપુર, ઘરમાં કાદવ ઘુસતો અટકાવવા મુકવી પડી આડશ

સુરતના વરાછા વિસ્તારમાં આજે અજીબ ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમા વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક જમીનમાંથી કાદવ બહાર નીકળવા લાગ્યો હતો. સોસાયટીના નળોમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવા લાગ્યો હતો. એકાએક એવુ થયું કે, આખી સોસાયટી કાદવ-કાદવ થઈ ગઈ. જેને પગલે અધિકારીઓ પણ દોડતા થયા. હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી આમ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલા એક બે ઘરોના રàª
01:40 PM Feb 13, 2023 IST | Vipul Pandya
સુરતના વરાછા વિસ્તારમાં આજે અજીબ ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમા વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક જમીનમાંથી કાદવ બહાર નીકળવા લાગ્યો હતો. સોસાયટીના નળોમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવા લાગ્યો હતો. એકાએક એવુ થયું કે, આખી સોસાયટી કાદવ-કાદવ થઈ ગઈ. જેને પગલે અધિકારીઓ પણ દોડતા થયા. હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી આમ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલા એક બે ઘરોના રàª
સુરતના વરાછા વિસ્તારમાં આજે અજીબ ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમા વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક જમીનમાંથી કાદવ બહાર નીકળવા લાગ્યો હતો. સોસાયટીના નળોમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવા લાગ્યો હતો. એકાએક એવુ થયું કે, આખી સોસાયટી કાદવ-કાદવ થઈ ગઈ. જેને પગલે અધિકારીઓ પણ દોડતા થયા. હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી આમ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલા એક બે ઘરોના રસોડામાં માટીનો ગાર નીકળ્યો બાદમાં આખી સોસાયટીમાં માટીનો કાદવ ફેલાઈ ગયો હતો. લોકોના ઘર પણ માટીના ગારથી ભરાઈ ગયા હતા. 

ચોમાસા વગર જ સોસાયટીમાં કાદવનો ભરાવો
સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં જ પાણી ભરાવાને કારણે કાદવનાં દૃશ્યો જોવા મળતાં હોય છે, પરંતુ સુરતની હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં તેણે સૌ કોઇને સ્તબ્ધ કરી દીધા. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. ખૂબ મોટા પ્રમાણમાં કાદવ એકાએક જમીનમાંથી બહાર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ પણ ગયા હતા. 
શું મેટ્રોની કામગીરી દરમ્યાન તૂટ્યો કોઇ પાઇપ ?
હાલ આખા સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આવામાં હીરાબાગ સર્કલ પાસે પણ ખોદકામ ચાલી રહ્યું છે. જેથી ખોદકામ દરમિયાન કોઈ પાઈપ તૂટી જવાથી, અથવા તો કોઇ ચૂક થવાથી પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવ્યો હતો. આમ મેટ્રોની કામગીરી કરતા સમયે વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવના થર પ્રસરી ગયા હતા. આખી સોસાયટી કાદવથી ભરાઈ ગઈ. 
આ પણ વાંચોઃ  સુરતના વરાછામાં પરિણિતાના આપઘાતનો મામલો, મામલતદાર નણંદ સહિત સાત સામે ગુનો દાખલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
floodgroundGujaratFirstmudspilledSuratVarachha
Next Article