ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબી જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી રીઢા ચોરોની ગેંગ ઝડપી

મોરબી જિલ્લાના હળવદ તથા ટંકારા તાલુકામાં ઘરફોડ ચોરી કરતી રીઢા ચોરોની ટોળકીથી આતંક ફેલાયો હતો. હળવદ તથા ટંકારામાં કુલ ચાર ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકીને પકડી પાડવા પોલીસ તથા વિવિધ એજન્સી એક્ટિવ થઇ હતી ત્યારે મોરબી એલસીબી એ બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આંઠ શખ્સોને પકડી પાડી 4 ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર, હળવદ તથા ટંકારા પોલીસ સ્ટે
11:44 AM Feb 12, 2023 IST | Vipul Pandya
મોરબી જિલ્લાના હળવદ તથા ટંકારા તાલુકામાં ઘરફોડ ચોરી કરતી રીઢા ચોરોની ટોળકીથી આતંક ફેલાયો હતો. હળવદ તથા ટંકારામાં કુલ ચાર ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકીને પકડી પાડવા પોલીસ તથા વિવિધ એજન્સી એક્ટિવ થઇ હતી ત્યારે મોરબી એલસીબી એ બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આંઠ શખ્સોને પકડી પાડી 4 ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર, હળવદ તથા ટંકારા પોલીસ સ્ટે
મોરબી જિલ્લાના હળવદ તથા ટંકારા તાલુકામાં ઘરફોડ ચોરી કરતી રીઢા ચોરોની ટોળકીથી આતંક ફેલાયો હતો. હળવદ તથા ટંકારામાં કુલ ચાર ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકીને પકડી પાડવા પોલીસ તથા વિવિધ એજન્સી એક્ટિવ થઇ હતી ત્યારે મોરબી એલસીબી એ બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આંઠ શખ્સોને પકડી પાડી 4 ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 
મળતી માહિતી અનુસાર, હળવદ તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોએ માજા મૂકી હતી. જેથી પોલીસે આ ઘરફોડ ચોરીને અંજામ આપતા ચોરોની ટોળકીને પકડી પાડવા બાતમીદારો તથા વિવિધ એજન્સીઓને દોડતા કર્યા હતા. ત્યારે ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે આ ટોળકીના આઠ શખ્સોને પકડી પાડવામાં સફળતા મેળવી છે
ઝડપાયેલા આરોપીઓ
  • વિરેન વિજયભાઇ રાઠોડ
  • દિનેશભાઇ તેજાભાઇ મેડા
  • નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા
  • રાહુલભાઇ રાજુભાઇ  કુંઢીયા
  • પપ્પુભાઇ નવાભાઇ પરમાર
  • પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર
  • હરેશભાઇ નરશુભાઇ મોહનીયા
  • અજય પ્રકાશભાઇ ભુરીયા
- આ શખ્સોને પકડી પાડી કોરોના ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, વિરેન વિજયભાઇ રાઠોડ તથા દિનેશભાઇ તેજાભાઇ મેડાએ આ રીઢા ચોરોની ટોળકી બનાવી હતી. અને તેઓ જ લીડર શીપ કરી બાકીનાઓને અંગત આર્થીક ફાયદા માટે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરવા સમાન પૂરું પાડતા હતા. આરોપીઓએ હળવદ તથા ટંકારા વિસ્તારમાં અલગ અલગ તારીખ અને સમયે વિવિધ ચાર દુકાનો/ ગોડાઉન, મંદિરમાં ઘરફોડ ચોરી કરી હતી. જેમાં તેઓ  અનઅધિકૃત રીતે દુકાન/ ગોડાઉનના શર્ટર ઉચા કરી તથા તાળા નકૂચા તોડી અંદર પ્રવેશ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતા જેમાં તેઓએ અત્યારસુધીમાં કુલ રૂ. 13,65,900ની માલ મત્તા મેળવી હતી. જે પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે! નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી આચરતો શખ્સ ઝડપાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeGujaratFirstGujaratiNewsGujaratPolicemorbiMorbiLCB
Next Article