માંડવીના ગોડસંબા ગામે ભય ફેલાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો
સુરત જિલ્લાના ગામોમાં દીપડાઓ દેખાવવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે તાજેતરમાં જ કોસાડી ગામ ખાતે દીપડાના આંટા ફેરા સીસીટીવી માં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે હવે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. ગોડસંબા ગામે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પિંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગામોમાં દીપડાઓ
01:25 PM Feb 24, 2023 IST
|
Vipul Pandya
સુરત જિલ્લાના ગામોમાં દીપડાઓ દેખાવવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે તાજેતરમાં જ કોસાડી ગામ ખાતે દીપડાના આંટા ફેરા સીસીટીવી માં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે હવે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. ગોડસંબા ગામે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પિંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગામોમાં દીપડાઓ દેખાવા એ ખૂબ સામાન્ય બાબત થઈ જવા પામી છે. માંડવી તાલુકો ઝાડી જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. ત્યારે ગોડસંબા ગામે છેલ્લા ઘણા દિવસોથી એક દીપડાનાં આટા ફેરાને લઈ ગ્રામજનોમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો. દીપડાની ગ્રામ્ય વિસ્તારમાં અવર જવરની જાણ માંડવી વનવિભાગની ટીમને કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક જાડી જાખરામાં મારણ સાથે દીપડાને પકડી પાડવા પીંજરું ગોઠવ્યું હતું. જે પિંજરામાં કદાવર દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ દીપડાનો કબ્જો વનવિભાગની ટીમે લઈ તેનું મેડિકલ પરીક્ષણ કરી જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ માંડવીના કોસાડી ગામ ખાતે દીપડા આંટા ફેરા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા કોસાડી ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં દીપડો ફરતો હતો તે દરમ્યાન ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાના આંટાફેરા કેદ થઈ જવા પામ્યા હતા. ત્યારે હવે ગોડસંબા ગામે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પિંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચોઃ
20 પશુઓ વચ્ચે 1 હજાર લીટર દુધનું ઉત્પાદન કેવી રીતે? અમૂલના અધિકારીઓ પણ ચોંક્યા, તબેલામાં રેઈડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article