આકાશમાં જોવા મળ્યો બે વિમાનોની ટક્કરનો દિલધડક વિડીયો , બન્ને પાયલોટના થયા મોત
સોશિયલ મીડિયા પર અવાર-નવાર ચોંકાવનારા વિડીયો જોવા મળતા હોય છે. ત્યારે આવો જ પ્લેન ક્રેશનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બે જહાજો હવામાં અથડાયા બાદ બંને પાઈલટના મોત થયા છે. આ અકસ્માત તાજેતરમાં જ જર્મનીમાં થયો હતો. જ્યાં લેમુનિઝ એરફિલ્ડ પર આકાશમાં બે જહાજો અથડાયા હતા. ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, અકસ્માતનો આ વિડીયો જોઈને તમે પણ સ્તબ્ધ રહી જશો. આ ઘટના શ
11:16 AM Sep 26, 2022 IST
|
Vipul Pandya
સોશિયલ મીડિયા પર અવાર-નવાર ચોંકાવનારા વિડીયો જોવા મળતા હોય છે. ત્યારે આવો જ પ્લેન ક્રેશનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બે જહાજો હવામાં અથડાયા બાદ બંને પાઈલટના મોત થયા છે. આ અકસ્માત તાજેતરમાં જ જર્મનીમાં થયો હતો. જ્યાં લેમુનિઝ એરફિલ્ડ પર આકાશમાં બે જહાજો અથડાયા હતા. ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, અકસ્માતનો આ વિડીયો જોઈને તમે પણ સ્તબ્ધ રહી જશો.
આ ઘટના શનિવારે સાંજે 6 વાગ્યે બની હતી. વિડીયોમાં તમે જોઈ શકો છો કે બન્ને વિમાન આકાશમાં કરતબબાજી બતાવી રહ્યા હતા ત્યારે અચાનક બંનેની ટક્કર થઈ અને અકસ્માત એટલો ભયંકર હતો કે બંને જહાજ એકબીજામાં ફસાઈ ગયા. પછી બંને ઝડપથી નીચે પડવા લાગ્યા અને જમીન પર પડતાં જ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા.
અગ્નિશમન વિભાગના પ્રવક્તાએ અથડામણ બાદ બે પાયલોટના મોતની પુષ્ટિ કરી છે. બંને પાયલોટ "મિરર ફ્લાઇટ" માટે તાલીમ લઈ રહ્યા હતા. આવા પ્રસંગોએ વિમાનો એકબીજાની સમાંનાંતર ઉડાન ભરે છે. આ બંને પાયલટોએ 2019માં વિન્ટેજ એરોબેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
Next Article