સાળંગપુર ખાતે હનુમાનજીની 54 ફૂટની વિરાટ પ્રતિમા મુકાશે તેની ખાસિયતો..
સાળંગપુર હનુમાન ખાતે દાદાની 54 ફૂટની વિરાટ પ્રતિમા મુકાવા જઇ રહી છે. આ વિરાટ પ્રતિમા તૈયાર કરવાનું કામ હાલ માનેસર ખાતે ચાલી રહ્યું છે..આ સમગ્ર પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે. આ જે ટોપિક ફર્સ્ટમાં આ સમગ્ર પ્રોજેક્ટની જીણામાં જીણી વિગતોથી આપને રૂબરૂ કરાવીશું.સાળગંપુર ખાતે દાદાની 54 ફૂટની જે વિરાટ પ્રતિમા મુકાવાની છે.. તે પ્રતિમા હાલ માનેસરમાં તૈયાર થઇ રહી છે. વાàª
10:18 AM May 16, 2022 IST
|
Vipul Pandya
સાળંગપુર હનુમાન ખાતે દાદાની 54 ફૂટની વિરાટ પ્રતિમા મુકાવા જઇ રહી છે. આ વિરાટ પ્રતિમા તૈયાર કરવાનું કામ હાલ માનેસર ખાતે ચાલી રહ્યું છે..આ સમગ્ર પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે. આ જે ટોપિક ફર્સ્ટમાં આ સમગ્ર પ્રોજેક્ટની જીણામાં જીણી વિગતોથી આપને રૂબરૂ કરાવીશું.
સાળગંપુર ખાતે દાદાની 54 ફૂટની જે વિરાટ પ્રતિમા મુકાવાની છે.. તે પ્રતિમા હાલ માનેસરમાં તૈયાર થઇ રહી છે. વાત માત્ર આ પ્રતિમા પૂરતી જ સિમિત નથી. કારણ કે કુલ 1 લાખ, 35 હજાર સ્કવેર ફૂટમાં આ પ્રોજેક્ટ આકાર લેવા જઇ રહ્યો છે.. જેમાં ગાર્ડન, સ્ટેપવેલ અને એમ્ફિ થિયેટર સહિત અનેક એવી બાબતોનો સમાવેશ થાય છે. જે દાદાના ભક્તોને આ સ્થળે વારંવાર આવવા માટે આકર્ષિત કરશે.
હનુમાનદાદાના ભક્તો માટે ખુબજ સારા સમાચાર છે. આ વર્ષે આસો સુદ પાંચમના દિવસ પછી આપ સાળંગપુર જશો તો 6 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની વિરાટ મૂર્તિનાં દર્શન થશે. હા, સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ માનેસરમાં તૈયાર થઇ રહી છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભા બનશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે. આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ પ્રોજેક્ટનું 'કિંગ ઓફ સાળંગપુર' નામ શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આપ્યું છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ કેવો હશે તેને લઇને વાત કરીએ તો
1,35 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં આકાર લેશે આ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ મુખી હનુમાનજીની વિરાટ પ્રતિમા મુકાશે. આ પ્રતિમાની આસપાસ 62 હજાર સ્કવેર ફૂટમાં 2 મોટા ગાર્ડન બનાવાશે. ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે.
11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપવેલ બનાવાશે. ઉપરાંત 1500 લોકોની ક્ષમતાવાળુ એમ્ફિ થિયેટર પણ ઉભુ કરાશે. અહીં આવનારા ભાવિક ભક્તો લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટનનો રોમાંચ પણ માણી શકશે. વાત કરીએ દાદાની પ્રતિમાની તો તે 54 ફૂટ ઉંચી હશે. તેમાં આર્ટ અને આર્કિટેક્ટનો સમન્વય જોવા મળશે. મૂર્તિનું વજન 30 હજાર કિલો હશે. અને તે પંચધાતુની બનેલી હશે.
મૂર્તિની અંદરનું સ્ટ્રકચર સ્ટિલનું હશે.આ મૂર્તિને ભૂકંપના મોટા ઝટકાની પણ અસર થશે નહીં. અને તે 5 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે.
થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને CNC મશીનનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંથી એક છે.
- દાદાની મૂર્તિ અંગે વાત કરી તો તેનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુંઅને 7.5 ફૂટ પહોળું હશે.
- દાદાનો મુગટ 7 ફૂટ ઉંચો અને 7.5 ફૂટ પહોળો હશે.
- દાદાની ગદાની વાત કરીએ તો ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી હશે.
- હનુમાનદાદાના હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા હશે.
- દાદાના પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા હશે.
- દાદાના પગના કડા 1.5 ફૂટ ઉંચા અને 3.5 ફૂટ પહોળા હશે.
- હાથના કડા 1.5 ફૂટ ઉંચા અને 2.5 ફૂટ પહોળા હશે.
- દાદાના આભુષણોની વાત કરીએતો તે 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા હશે.
- મૂર્તિની સ્થાપના માટે સેન્ટરમાં 17 ફૂટ ઉંડો મજબૂત બેઝ ઉભો કરાશે.
- બેઝ પર શ્રીયંત્રની આકૃતિ રહેશે.
- બેઝની વોલ પર દાદાનું જીવન ચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે.
- ઉપરાંત બેઝ પર સાળંગપુર ધામનો ઇતિહાસ બતાવાશે.
Next Article