મુંબઈમાં 13 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ,અનેક લોકો ફસાયા
મુંબઈના કુર્લા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુર્લામાં રહેણાંક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગથી બચવા માટે સ્થાનિક લોકો બિલ્ડિંગની બારીની બહાર લટકતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી.રેલવ્યુ નામની બિલ્ડીંગમાં લાગી આગમળતી મ
10:44 AM Oct 08, 2022 IST
|
Vipul Pandya
મુંબઈના કુર્લા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુર્લામાં રહેણાંક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગથી બચવા માટે સ્થાનિક લોકો બિલ્ડિંગની બારીની બહાર લટકતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી.
રેલવ્યુ નામની બિલ્ડીંગમાં લાગી આગ
મળતી માહિતી મુજબ, આગ કુર્લા વિસ્તારમાં સ્થિત રેલવ્યુ નામની રહેણાંક બિલ્ડીંગમાં લાગી હતી. આગ બિલ્ડિંગના મધ્ય ભાગમાં શરૂ થઈ હતી. જેને અંકુશમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દુર્ઘટનામાં રહેવાસીઓ વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
4 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે
જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ બપોરના સમયે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે કુર્લા વિસ્તારમાંથી લગભગ 2:43 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી અને હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.
Next Article