Ahmedabad: Gujarat માં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા Parimalbhai Nathwani ની અધ્યક્ષતામાં યોજાઇ સભા
ગુજરાતમાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા મહત્ત્વપૂર્ણ સભા યોજાઇ છે. પરિમલભાઇ નથવાણીની અધ્યક્ષતામાં GSFA ની 48 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ. ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલની ટુર્નામેન્ટ્સમાં પસંદગી પામ્યા. ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજિસ્ટર્ડ છે, જ્યારે રાજ્યમાં કુલ 7,363 જેટલા ખેલાડીઓ ફૂટબોલમાં સક્રીય છે. 4483 ખેલાડીઓએ ફૂટબોલની વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. GSFA ની પ્રગતિ વિશે પરિમલભાઇએ આનંદની લાગણી વ્યકત કરી હતી. માહિતી અનુસાર, શુભાંગી સિંઘે AFC U-20 માં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે U-17 અને U-20 માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદગી પામ્યા છે. આ બેઠકમાં ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, અરૂણસિંહ રાજપૂત, મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા અને ખજાનચી અંકિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા........જુઓ અહેવાલ......


