ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાક જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના નેતૃત્વમાં યોજાઇ બેઠક

ઉના માધવબાગ વાડી ખાતે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના પાકીસ્તાન જેલમા કેદ માછીમારોના પરિવારજનોની ઍક અગત્યની મીટીંગનું આયૉજન ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જૅમા આશરે ૫૦૦ થી વધુ માછીમાર પરિવારોના ભાઈ બહેનોએ હાજરી આપી હતી.માછીમારોની મુક્તિ માટે રજુઆત કરશે કાળુભાઇ આ મીટીંગ માં હાલ પાકિસ્તાન ની જેલ માં કેદ રહેલા માછીમારો ને વહેલી તકે  મુકત કર
01:28 PM Jan 01, 2023 IST | Vipul Pandya
ઉના માધવબાગ વાડી ખાતે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના પાકીસ્તાન જેલમા કેદ માછીમારોના પરિવારજનોની ઍક અગત્યની મીટીંગનું આયૉજન ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જૅમા આશરે ૫૦૦ થી વધુ માછીમાર પરિવારોના ભાઈ બહેનોએ હાજરી આપી હતી.માછીમારોની મુક્તિ માટે રજુઆત કરશે કાળુભાઇ આ મીટીંગ માં હાલ પાકિસ્તાન ની જેલ માં કેદ રહેલા માછીમારો ને વહેલી તકે  મુકત કર

ઉના માધવબાગ વાડી ખાતે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના પાકીસ્તાન જેલમા કેદ માછીમારોના પરિવારજનોની ઍક અગત્યની મીટીંગનું આયૉજન ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જૅમા આશરે ૫૦૦ થી વધુ માછીમાર પરિવારોના ભાઈ બહેનોએ હાજરી આપી હતી.

માછીમારોની મુક્તિ માટે રજુઆત કરશે કાળુભાઇ 
આ મીટીંગ માં હાલ પાકિસ્તાન ની જેલ માં કેદ રહેલા માછીમારો ને વહેલી તકે  મુકત કરાવવા માટે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવાની અને માછીમાર ભાઈઓને વતન પરત લાવવાની ખાત્રી આપી હતી તેમજ માછીમાર પરિવારોને કોઈ પણ જાતની તકલીફ હોય તો તે દુર કરવા અને આવા માછીમાર પરિવારોને આર્થિક સહીત તમામ બાબતોમાં મદદ કરવાની બાંહેધરી આપી હતી...
દિકરીઓના લગ્ન પાછળ બીનજરૂરી ખર્ચા અટકાવી સમુહ લગ્ન કરાવવા અપીલ  
આ  સિવાય શ્રી કાળુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે વર્તમાન કોરોના મહામારીની દહેશત વચ્ચે સૌને વેક્સિનના બે ડોઝ તથા બુસ્ટર ડૉઝ લઇ લેવાની ખાસ અપીલ કરી હતી. પાકીસ્તાની જેલમા બંધ મોટાભાગના માછીમારો કોળી સમાજમાંથી આવતા હોવાથી ત્યાં હાજર રહેલ કોળી સમાજ સહીત તમામ સમાજના લોકોને લગ્નમાં થતા બીન જરૂરી ખર્ચાઓ બંધ કરી દિકરી દિકરાના લગ્ન પ્રસંગો સમૂહ લગ્નોત્સવમાં જોડાઈને પૈસાનો વેડફાટ અટકાવી કાળી મજુરી કરીને કમાયેલા પૈસાની બચત કરવા પણ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડે હ્દય સ્પર્શી અપીલ કરી હતી. 
મીટીંગમાં માછીમારોના પરિવાર માટે હતી ગરમ ચા-નાસ્તાની વ્યવસ્થા 
આ માછીમાર પરિવારોની મીટીંગમાં આવેલા તમામ ભાઈ-બહેનો માટે ગરમ નાસ્તો તથા ચા પાણી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ મીટીંગમાં જીલ્લા પંચાયત ગીર સોમનાથના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રૂડા ભાઈ શીંગડ, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી લખમણભાઇ બાંભણિયા, શ્રી બાબુભાઈ બાંભણિયા, દૅલવાડા સરપંચ ના પ્રતિનિધિ શ્રી વિજયભાઈ બાંભણિયા સહીત ના આગૅવાનૉ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટ લઈને પોરબંદર પોલીસ એક્શનમાં, વિવિધ ચેક પોસ્ટ પર પોલીસનું સઘન વાહન ચેકીંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
fishermenGujaratFirstimprisonedJailKalubhaiRathoreleadershipMeetingMLAPakistanrelease
Next Article