વડાલીમાં દોઢ વર્ષ જૂના પ્રેમ લગ્નનો વિવાદ હિંસક બન્યો
Wadali : વડાલીમાં દોઢ વર્ષ પહેલા થયેલા એક પ્રેમ લગ્નના કેસને લઈને તાજેતરમાં મોટો વિવાદ ઊભો થયો હતો, જેણે શહેરનું વાતાવરણ તંગ કરી દીધું હતું. શરૂઆતમાં બે જૂથો વચ્ચે એક સામાન્ય બબાલ તરીકે શરૂ થયેલો આ મામલો જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો.
Advertisement
- વડાલીમાં પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો
- વડાલીમાં વકર્યો હતો વિવાદ
- દોઢ વર્ષ જૂના પ્રેમ લગ્નનો કેસ
- બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ
- પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- સામાન્ય બબાલ હિંસામાં ફેરવાઈ હતી
- વાહનો અને મકાનોમાં તોડફોડ થઈ હતી
Wadali : વડાલીમાં દોઢ વર્ષ પહેલા થયેલા એક પ્રેમ લગ્નના કેસને લઈને તાજેતરમાં મોટો વિવાદ ઊભો થયો હતો, જેણે શહેરનું વાતાવરણ તંગ કરી દીધું હતું. શરૂઆતમાં બે જૂથો વચ્ચે એક સામાન્ય બબાલ તરીકે શરૂ થયેલો આ મામલો જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો.
સામાન્ય બબાલ હિંસામાં ફેરવાઈ
આ વિવાદ એટલો વકર્યો કે, બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને આ દરમિયાન વાહનો અને મકાનોમાં મોટા પાયે તોડફોડ પણ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા, વધુ હિંસા ન થાય તે માટે વડાલીમાં તાત્કાલિક ધોરણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
Advertisement
આ પણ વાંચો : Uttar Pradesh : જાલૌન, ઉત્તરપ્રદેશ પોલીસકર્મીના મોતનું રહસ્ય મૌન!
Advertisement