Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસના સિનિયર નેતા એક યુવતી સાથે મળી આવતા પત્નીએ મચાવ્યો હોબાળો, Video

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના એક સિનિયર નેતા તેમના પારિવારીક ઝઘડાથી બહાર નથી આવી રહ્યા. જીહા, અમે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની વાત કરી રહ્યા છીએ. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એકવાર ફરી વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમા જે શખ્સ બતાવવામાં આવી રહ્યા છે તે ભરતસિંહ સોલંકી હ
કોંગ્રેસના સિનિયર નેતા એક યુવતી સાથે મળી આવતા પત્નીએ મચાવ્યો હોબાળો  video
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના એક સિનિયર નેતા તેમના પારિવારીક ઝઘડાથી બહાર નથી આવી રહ્યા. જીહા, અમે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની વાત કરી રહ્યા છીએ. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એકવાર ફરી વિવાદમાં આવ્યા છે. 
તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમા જે શખ્સ બતાવવામાં આવી રહ્યા છે તે ભરતસિંહ સોલંકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિગતે વાત કરીએ તો, ભરત સિંહ સોલંકી આણંદમાં તેમના બંગલા હતા તે દરમિયાન તેમના પત્ની રેશ્મા પટેલે તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યા તેમણે હોબાળો મચાવ્યો હતો. સુત્રોની માનીએ તો કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અહીં એક યુવતી સાથે મળી આવ્યા હતા. ત્યારબાદ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે હોબાળો મચાવતા ઘરમાં આ યુવતી સાથે ઝપાઝપી કરી હતી અને આ દરમિયાન તેના વાળ પણ ખેંચ્યા હતા. આ સમગ્ર ઘટનાનું રેશ્મા પટેલ સાથે આવેલા લોકોએ શૂટિંગ કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. રેશ્મા પટેલે આ દરમિયાન યુવતીને ધમકાવતા કહ્યું કે, તે મારો થયો નથી, તેના માટે મે દુનિયા છોડી દીધી. મારા પિતા મોતને ભેટી ગયા, એવી તારી દશા થશે, ત્યારબાદ તેમણે તે યુવતીના વાળ ખેંચ્યા અને મોંઢુ કેમેરામાં બતાવવા કહ્યું. જોકે, હજુ આ વાત સ્પષ્ટ થઇ નથી કે આ વિડીયોમાં જે શખ્સ છે તે ભરતસિંહ સોલંકી જ છે. 
એવું નથી કે પહેલીવાર ભરતસિંહ સોલંકીનો પારિવારીક વિવાદ જગ જાહેર થયો હોય. આ પહેલા પણ ઘણીવાર ભારતસિંહ સોલંકી વિવાદમાં જોવા મળ્યા છે. આજે એક એવો સમય આવ્યો છે કે તેમનું લગ્નજીવન જગતમાં ચર્ચાનો વિષય બની ગયું છે. થોડા દિવસો પહેલા જ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલનો વિવાદ સામે આવ્યો હતો. ભરતસિંહ સોલંકી સાથેના લગ્નજીવનમાં વિવાદ ઊભો થયા બાદ રેશ્મા પટેલ વિદેશ જતા રહ્યા હતાં. ત્યાંથી તેઓ પાછા આવ્યા બાદ મીડિયા સમક્ષ આવ્યા હતાં અને પતિ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુકી હતી. હું મારા ઘરની આબરૂ બચાવવા વિદેશ ગઇ હતી. પરંતુ વિદેશથી પરત આવતા જ ભરતસિંહે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુકી હતી. બીજી તરફ રેશ્મા પટેલે સરકાર સમક્ષ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. 
ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટી કરતું નથી.
Tags :
Advertisement

.

×